મનીષ પૉલની જાહેરાત વિવાદોમાં ફસાઈ, કાશ્મીરીઓનું અપમાન કરવાનો આરોપ

23 November, 2020 08:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મનીષ પૉલની જાહેરાત વિવાદોમાં ફસાઈ, કાશ્મીરીઓનું અપમાન કરવાનો આરોપ

જાહેરાતના વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશૉટ

જાહેરાતોના વિવાદમાં સપડાવવાનો જાણે ટ્રેન્ડ શરૂ થયો હોય તેવું લાગે છે. હવે વધુ એક જાહેરાત વિવાદોમાં સપડાય ગઈ છે. હોઝિયરી બ્રાન્ડ ડોલર તેની નવી જાહેરાતને લીધે વિવાદમાં ફસાઈ છે. ટીવી હોસ્ટ અને અભિનેતા મનીષ પૉલ (Manish Paul) આ જાહેરાતમાં છે અને તેના પર યુઝર્સ કાશ્મીરીઓની છબી ખરાબ કરવાનો આરોપ મૂકી રહ્યા છે. સોશ્યલ મીડિયા યુઝર્સ મમનીષ પૉલ અને કંપની એ બન્નેનો વિરોધ કરી રહ્યા છે અને જાહેરાત ડિલીટ કરવાની માગ કરી રહ્યાં છે.

ત્રણ દિવસ પહેલા મનીષ પૉલ પોલરની જાહેરાત ટ્વીટર પર પોસ્ટ કરી હતી. તેણે કૅપ્શનમાં લખ્યું હતું કે, ‘તમારી સાથે ડોલર થર્મલના નવા કેમ્પેનની શરુઆત શેર કરીને ખુશી થઇ રહી છે. આ જાહેરાત નોનુ ચિડિયાએ ડિરેક્ટ કરી છે. ડોલર અલ્ટ્રા હૈ ના તો કુછ એક્સ્ટ્રા નહિ ચાહિએ.’

વીડિયોમાં મનીષ પૉલ તેની પાર્ટનર સાથે સેલ્ફી લઇ રહ્યો છે, તે દરમિયાન એક ચોર આવીને તેનું જેકેટ ખેંચીને ભાગી જાય છે. મનિષ તેનો પીછો કરે છે અને પછી બન્ને એક કિનારે ઊભા રહી જાય છે. એ પછી મનીષ અને તેની પાર્ટનર એક પછી એક તેમના થર્મલ વેર ઊતારીને આપી દે છે અને કહે છે, ‘ડોલર એક્સ્ટ્રા હૈ ન...કુછ એક્સ્ટ્રા નહિ ચાહિએ’.

યુઝર્સનું કહેવું છે કે આ જાહેરાત કાશ્મીરીઓનું અપમાન કરે છે અને તેને ડીલીટ કરવી જોઈએ. યુઝર્સ મનીષ પૉલને પણ અપશબ્દો કહી રહ્યાં છે.

આ જાહેરાત પર એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, ‘મિસ્ટર મનીષ પૉલ આ ઘણું અપમાન જનક છે. હકીકતમાં આ કાશ્મીરીઓ વિરુદ્ધ છે. અમે અમારા મહેમાનના સ્વાગત માટે આખી દુનિયામાં ફેમસ છીએ. તમને અમને ચોરના રૂપે દેખાડી રહ્યા છો. આ ડિલીટ કરવી જોઈએ. કાશ્મીરમાં ટુરિસ્ટ વિરુદ્ધ ક્રાઈમ રેટ 0% છે.’

અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ‘આ જાહેરાત ડિલીટ કરો નહીં તો કાશ્મિર પાછા નહીં આવશો. કાશ્મીર પ્રવાસીઓ માટે સૌથી સલામત સ્થળ રહ્યું છે. તમે કાશ્મિરીઓને ચોર તરીકે બદનામ કરશો! જે અમારા માટે અસ્વીકાર્ય છે’.

તો એક યુઝરે કહ્યું હતું કે, ‘મિસ્ટર મનીષ પૉલ, તમે એન્કર તરીકે સારા છો, પરંતુ તમે આ સ્તરે જશો તે ક્યારેય સ્વીકાર્ય ન હતું. અમે દાયકાઓથી ડોલર પર જીવીએ છીએ. પ્રવાસીઓ સામે ગુનાનો દર શૂન્ય છે. અમે ચોરો નથી, પરંતુ અમે જરૂરતમંદોને આશ્રય આપીએ છીએ. આશા છે કે, તમે તથ્યો સુધારી લેશો’.

જ્યારે એક યુઝરે લખ્યું હતું કે, ‘તમે કાશ્મીરની સુંદરતાની પૃષ્ઠભૂમિ સામે આના દ્વારા શું અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. કાશ્મીરીઓ આ પ્રકારની જાહેરાતો નહીં કરીને આદર મેળવવા લાયક છે’.

ચારુ બાજુ આ જાહેરાતનો વિરોધ થઈ રહ્યો છે.

entertainment news indian television television news tv show manish paul kashmir