પહેલી વાર નેગેટિવ પાત્ર ભજવતાં રડી પડી હતી માયરા મિશ્રા

31 October, 2020 06:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી વાર નેગેટિવ પાત્ર ભજવતાં રડી પડી હતી માયરા મિશ્રા

માયરા મિશ્રા

માયરા મિશ્રા પહેલી વાર નેગેટિવ પાત્ર ભજવતી વખતે રડી પડી હતી. ઝીટીવી પર આવતા શો ‘ગુડ્ડન તુમસે ના હો પાયેગા’માં તે નિયાનું નેગેટિવ પાત્ર ભજવી રહી છે. લોકોને તે ખૂબ જ ન્રમ અને દિલની સારી લાગે છે, પરંતુ તે એની ઑપોઝિટ હોય છે. આ વિશે વાત કરતાં માયરાએ કહ્યું હતું કે ‘અમે એક દૃશ્યનું શૂટિંગ કરી રહ્યાં હતાં જેમાં મારે એક બાળકને ફૂડ પૂરું કરવા માટે તેના પર ગુસ્સો કરી ચિલ્લાવાનું હોય છે. થોડું વિચિત્ર લાગશે, પરંતુ આ શૂટિંગ દરમ્યાન હું રડી પડી હતી. હું એવી વ્યક્તિ નથી જે અવાજ ઊંચો કરે અને કોઈ કરે તો હું એ સહન પણ નથી કરી શકતી. અમારે આ માટે ઘણા રિટેક્સ લેવા પડ્યા હતા, કારણ કે હું વારંવાર રડી પડતી હતી. આ શોના ડિરેક્ટર અને તે નાની છોકરી તેમનાથી શક્ય હોય એટલો સપોર્ટ મને આપી રહ્યાં હતાં. આ મારું પહેલું ગ્રે કૅરૅક્ટર છે અને એ મારા માટે ચૅલેન્જિંગ રહ્યું છે. હું આ માટે મારાથી બનતો તમામ પ્રયાસ કરી રહી છું. મારી મમ્મી પહેલાં મને હંમેશાં પૉઝિટિવ પાત્ર ભજવવા માટે કહી રહી હતી, પરંતુ આ પાત્રમાં મને જોઈને તે પણ મારાં વખાણ કરી રહી હોવાથી મને થોડું બૂસ્ટ મળે છે.’

entertainment news indian television television news tv show zee tv