પ્રિયંકા સાથેના અમેરિકન ટીવી-શોને હજી વાર લાગશે : માધુરી

18 March, 2019 12:21 PM IST  | 

પ્રિયંકા સાથેના અમેરિકન ટીવી-શોને હજી વાર લાગશે : માધુરી

માધુરી દીક્ષિત નેનેના જીવન પરથી ઇન્સ્પાયર થઈને અમેરિકન શો બનાવવામાં આવશે એવી જાહેરાત પ્રિયંકા ચોપડા જોનસ દ્વારા કરવામાં આવી હતી જેને હજી વાર લાગશે. આ શોને પ્રિયંકા પ્રોડ્યુસ કરવાની છે. માધુરીના ઍક્ટિંગ કરીઅરને એમાં સમાવી લેવામાં આવશે. આ વિશે પૂછતાં માધુરીએ કહ્યું હતું કે ‘આ શો ફક્ત ઍક્ટ્રેસ તરીકે મારી લાઇફ કેવી છે એ વિશે નથી. એમાં મારી લાઇફના ઘણા પહેલુંઓને દેખાડવામાં આવશે. આ શોમાં મેં લગ્ન પછી અમેરિકામાં કેવી રીતે લાઇફ પસાર કરી, મારાં બાળકોનો કેવી રીતે ઉછેર કર્યો, ડાન્સ પ્રત્યેનો મારો પ્રેમ અને ઍક્ટિંગ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવશે.’

આ શોની જાહેરાત ૨૦૧૭માં કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી એના કોઈ સમાચાર નથી. આ વિશે પૂછતાં માધુરીએ કહ્યું હતું કે ‘અમે ચૅનલ સાથે ઘણા રાઉન્ડમાં મીટિંગ કરી છે. ટીવી એક એવી વસ્તુ છે જેમાં કામ કરવું હૉલીવુડમાં ખૂબ જ મુશ્કેલ છે. એ કંઈ રાતોરાત નથી થઈ જતું, એમાં ઘણો સમય લાગે છે. અમે તેમના કન્ફર્મેશનની રાહ જોઈ રહ્યાં છીએ.’

madhuri dixit priyanka chopra