27 December, 2025 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૂપાલી ગાંગુલી અને સ્મૃતિ ઈરાની
હાલમાં બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા ટેલિવિઝન રૅન્કિંગમાં લોકપ્રિય શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ નંબર વન સાબિત થયો છે. લાંબા સમયથી નંબર વન બનવા માટે આ શોની ‘અનુપમા’ સાથે સ્પર્ધા હતી, કારણ કે લાંબા સમયથી હંમેશાં ‘અનુપમા’ જ નંબર વન સ્થાન પર હતો અને ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’એ બીજા નંબરથી સંતોષ માનવો પડતો હતો.
ગયા અઠવાડિયાના રેટિંગમાં ‘બિગ બૉસ 19’ પ્રથમ સ્થાન પર હતો, જ્યારે ‘અનુપમા’ બીજા ક્રમે હતો. આ અઠવાડિયે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’એ ‘અનુપમા’ને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવી લીધું છે. ‘અનુપમા’ ફરી એક વાર બીજા સ્થાને સ્થિર રહ્યો છે, જ્યારે ‘તુમ સે તુમ તક’ પાંચમા સ્થાનથી સીધો ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ પછી ‘વસુધા’ ચોથા ક્રમે છે અને ‘ગંગા માં કી બેટિયાં’ પાંચમા સ્થાને છે.