28 May, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કુશાલ ટંડન અનેગૌહર ખાન
ટેલિવિઝન અભિનેત્રી, ડાન્સર અને શો હોસ્ટ ગૌહર ખાન અને કુશાલ ટંડન ટીવી રિયાલિટી શો બિગ બૉસમાં સાથે જોવા મળ્યા હતા. આ સેલિબ્રિટી કપલ લોકોનું પ્રિય બની ગયું હતું. લોકોને તેમની કેમેસ્ટ્રી ખૂબ ગમી. આ કપલે શોમાં જ તેમના રિલેશનની જાહેરાત કરી હતી. પરંતુ, તેમના એક વર્ષના સંબંધ દરમિયાન, આ દંપતી ઘણીવાર તેમના કથિત ઝઘડા અને મતભેદોને કારણે ચર્ચામાં રહેતા હતા. પછી આખરે બન્ને અલગ થઈ ગયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જોકે બન્નેના અલગ થવાનું કારણ ખેરખર ચોંકાવનારું હતું. ટીવી અભિનેતા કુશાલ ટંડન ફરી એકવાર ચર્ચામાં છે, કારણ કે તેણે ગૌહર ખાન સાથેના બ્રેકઅપ અંગે નવા ખુલાસા કર્યા છે. વર્ષો પહેલા થયેલા બ્રેકઅપ અંગે હાલમાં આપેલી એક મુલાકાતમાં કુશાલે જણાવ્યું કે ગૌહર ખાન તેના પર મુસ્લિમ ધર્મ સ્વીકારવાનો દબાણ કરતી હતી.
ગૌહર ખાન અને કુશાલ ટંડનનું બ્રેકઅપ કેમ થયું?
2013 માં, ગૌહર ખાન અને કુશાલ ટંડન પહેલી વાર રિયાલિટી ટીવી શો બિગ બૉસમાં મળ્યા હતા, જ્યાંથી તેમની પ્રેમકથા શરૂ થઈ હતી. આ કપલને તેમના ચાહકો દ્વારા પ્રેમથી `ગૌશાલ` નામ આપવામાં આવ્યું હતું. ટેલિવિઝન શો પૂરો થયા પછી પણ આ કપલ સાથે રહ્યું હતી. પરંતુ, એક દિવસ, કુશલે ગૌહરથી અલગ થવા વિશે ટ્વિટ કરીને સોશિયલ મીડિયા પર તેના ચાહકો સહિત બધાને ચોંકાવી દીધા. આ દરમિયાન, ગૌહર ખાન કુશલ ટંડન સાથે સગાઈ કરી રહી હોવાની અફવાઓ પણ શરૂ થઈ હતી.
મીડિયા અહેવાલ મુજબ, ગૌહર સાથેના બ્રેકઅપની જાહેરાત કર્યાના એક દિવસ પછી, કુશલ ટંડને એક પત્રકાર મિત્રને કહ્યું કે તેમના અલગ થવાનું મુખ્ય કારણ બન્નેનો ધર્મ હતો. ૩૫ વર્ષીય કુશલે તેના પત્રકાર મિત્રને કહ્યું હતું કે ગૌહરે તેનેને હિન્દુ ધર્મ છોડીને ઇસ્લામ ધર્મ અપનાવવા કહ્યું હતું. કુશલે કહ્યું હતું કે જીવનમાં પ્રેમ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તે બધું જ નથી. આ ચોંકાવનારા નિવેદન પર બન્નેના ચાહકો તરફથી મિક્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સાથે લોકો કુશલને લઈને સંવેદના પણ વ્યક્ત કરી રહ્યા છે.
હવે બન્ને આગળ વધી ગયા છે...
આવો દાવો કર્યા પછી આ બન્ને ક્યારેય પાછા સાથે આવ્યા નથી. આ દરમિયાન, ગૌહર ખાને ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા અને હવે તે ગર્ભવતી પણ છે. દરમિયાન, કુશલ હાલમાં શિવાંગી જોશીને ડેટ કરી રહ્યો છે. બન્ને ઘણીવાર સાથે જોવા મળે છે. જોકે, તેમણે હજી સુધી તેમના રિલેશનની સત્તાવાર જાહેરાત કરી નથી. ગૌહરા એક 2 વર્ષનો છોકરો છે. વધુમાં, તેણે થોડા દિવસો પહેલા તેની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. ગૌહર ઘણા શોમાં હોસ્ટ તરીકે દેખાય છે. કુશલે બરસાતે મૌસમ પ્યાર કા, બેહદ, એક હજાર મેં મેરી બેહના હૈ જેવી ઘણી સિરિયલોમાં કામ કર્યું છે.