આકૃતિની વિરાટ સામે જોવાની પણ હિંમત નહોતી ચાલતી

28 October, 2019 11:11 AM IST  |  મુંબઈ | રશ્મિન શાહ

આકૃતિની વિરાટ સામે જોવાની પણ હિંમત નહોતી ચાલતી

વિરાટ કોહલી

ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલીના બર્થ-ડેએ લૉન્ચ થનારી ઍનિમેશન સિરીઝ ‘સુપર V’ની લૉન્ચ-પાર્ટી સમયે સ્ટાર પ્લસની સુપરહિટ સિરિયલ ‘કુલ્ફી કુમાર બાજેવાલા’ની લીડ સ્ટાર આકૃતિ શર્મા પણ હાજર હતી. ટીનેજર વિરાટ કેવી રીતે દુનિયા બચાવે છે એ વાત પર આધારિત આ વેબ-સિરીઝના રિયલ સ્ટાર વિરાટ સામે જોવાની આકૃતિની હિંમત નહોતી ચાલતી. આકૃતિએ કહ્યું કે ‘વિરાટ સામે જોવાની પણ મારી હિંમત નહોતી ચાલતી. મને માનવામાં પણ નહોતું આવતું કે મારી બાજુમાં વિરાટ કોહલી પોતે ઊભા છે.’
વિરાટ કોહલીએ આ લૉન્ચ-પાર્ટીમાં પ્રશ્નોના જવાબ પણ આપ્યા અને આકૃતિએ તેનો ઇન્ટરવ્યુ પણ કર્યો હતો. જોકે આ ઇન્ટરવ્યુ વખતે પણ જ્યારે વિરાટ તેની સામે જોતો ત્યારે આકૃતિ કાં તો મોઢું ફેરવી લેતી અને કાં તો નીચું જોઈ જતી હતી.

virat kohli