'સાકી સાકી' ગર્લ કોએના મિત્ર જોવા મળશે બિગ બોસમાં,ટ્વીટ કરી આપ્યા સંકેત

27 September, 2019 05:36 PM IST  |  મુંબઈ

'સાકી સાકી' ગર્લ કોએના મિત્ર જોવા મળશે બિગ બોસમાં,ટ્વીટ કરી આપ્યા સંકેત

કોએના મિત્રા

બિગ બૉસના ઘરમાં આ સીઝનમાં અભિનેત્રી કોએના મિત્રા નજ આવી શકે છે. ખુદ કોએનાએ ટ્વીટ કરીને બિગ બૉસમાં આવવાનો સંકેત આપ્યો છે. કોએનાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે તે દુર્ગા પૂજા મિસ કરશે. જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તે દુર્ગા પૂજા સમયે બિગ બૉસના ઘરમાં રહેશે. જો કે કોએનાના નામની હજી સુધી જાહેરાત પણ નથી થઈ. 29 સપ્ટેમ્બરે જ નક્કી થઈ જશે કે કોએના બિગ બૉસમાં હશે કે નહીં.


કોએનાના ટ્વીટના કમેન્ટમાં પણ તેના અનેક ચાહકોએ તેને બિગ બૉસમાં જવાની વધામણી આપી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે બિગ બૉસમાં આ વખતે કોએના આવી શકે છે. કોએના છેલ્લી વાર બંગાળી ફિલ્મમાં જોવા મળી હતી. ત્યારથી તે ફિલ્મથી દૂર છે. કોએનાના હાલમાં જ એક ચેક બાઉન્સ કેસમાં તેમને છ મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી હતી. જો કે કોએનાએ તેને ષડયંત્ર ગણાવ્યું છે. કોએના સંજય દત્ત, અનિલ કપૂર અને સમીરા રેડ્ડી સ્ટારર ફિલ્મ મુસાફિરના આઈટમ નંબર માટે જાણીતી નથી.

આ પણ જુઓઃ જાણો કેવી રીતે આપણા આ સેલેબ્સ કરવાના છે નવરાત્રીની ઉજવણી....


આ સેલેબ્સના નામની પણ ચર્ચા
કોએના મિત્રા સિવાય અનુ મલિકના નાના ભાઈ અને મ્યુઝિક કંપોઝર અબુ મલિક બિગ બૉસમાં આવી શકે છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર અબુ મલિકના શોમાં આવવાની પુષ્ટિ કરે છે. સાથે ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ, ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લા, દેવોલીના ભટ્ટાચારજી, દલજીત કૌર અને આરતી સિંહના નામ પણ ચર્ચામાં છે.

koena mitra Bigg Boss 12