Bigg Boss 13: શું આ કારણે બિગ બૉસના ઘરમાં નથી દેખાતી અમીષા પટેલ?

23 October, 2019 04:42 PM IST  |  મુંબઈ

Bigg Boss 13: શું આ કારણે બિગ બૉસના ઘરમાં નથી દેખાતી અમીષા પટેલ?

અમીષા પટેલ

બિગ બૉસ 13નું મુકાબલો રોચક થઈ ગયો છે ઘણા લોકો તો ઘરથી બહાર પણ નીકળી ચુક્યા છે. ઘરમાં પહેલા દિવસે અલગ માહોલ હતો અને હવે અલગ માહોલ છે. ત્યાં જ અભિનેત્રી અમીષા પટેલ નથી જોવા મળી રહી, જેને ઘરની માલકિનના રૂપમાં લાવવામાં આવી હતી. તેની ગેરહાજરીના અનેક કારણો જણાવવામાં આવી રહ્યા છે.


આમ તો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે એક્ટ્રેસ સ્ક્રીન પર પોતાનો કમાલ બતાવવામાં નિષ્ફળ રહી હતી અને દર્શકોનું મનોરંજન પણ ન કરી શકી. કદાચ એટલે જ તેને ઘરની બહાર રાખવામાં આવી છે.

પહેલા બે દિવસ અમીષા પટેલે ઘરમાં કેટલાક ટાસ્ક કરાવ્યા હતા અને પ્રતિસ્પર્ધીઓ સાથે એક માલકિન જેવો વર્તાવ કર્યો હતો,પરંતુ હવે તે શોથી ગાયબ છે. અમીષા પટેલના કામને દર્શકોએ ઑવર એક્ટિંગ ગણાવ્યું હતું અને તેની સામે સોશિયલ મીડિયામાં એક કેમ્પેઈન પણ ચલાવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર સતત મળેલા નેગેટિવ ફીડબેક બાદ અમીષા ઘરમાં નથી જોવા મળી રહી.

આ પણ જુઓઃ Happy Birthday Malaika: બોલીવુડની આ ફિટનેસ દિવા પર નથી દેખાતી ઉંમરની અસર..

માનવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયામાં મળી રહેલા નેગેટિવ ફીડબેક બાદ જ તેને ઘરમાંથી દૂર કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે બિગ બૉસ-13ના બે એપિસોડમાં જ અમીષા પટેલ જોવા મળી હતી. જો કો આ મામલે અમીષા પટેલે સાથે કોઈ વાત નથી કરવામાં આવી અને મીડિયાકર્મીઓને પણ તેની તરફથી કોઈ જવાબ નથી મળ્યો.

Bigg Boss ameesha patel Salman Khan