ડિમ્પલ ભાનુશાલી: જાણો કેમ લોકપ્રિય છે આ ગુજરાતી એન્કર

23 July, 2019 01:56 PM IST  |  મુંબઈ ડેસ્ક | શિલ્પા ભાનુશાલી

ડિમ્પલ ભાનુશાલી: જાણો કેમ લોકપ્રિય છે આ ગુજરાતી એન્કર

ડિમ્પલ ભાનુશાલી જય છનિયારા સાથે

ડિમ્પલ ભાનુશાલીનો જન્મ 15 એપ્રિલ 1997ના રોજ મુંબઇમાં જ થયો છે. તેણે પોતાનું ગ્રેજ્યુએશન સોમૈયા કૉલેજમાંથી કર્યું છે. છેલ્લા પાંચ વર્ષથી તે એન્કરિંગ સાથે જોડાઇ છે. ડિમ્પલને ગર્વ છે કે તેનો જન્મ સપનાનું શહેર કહેવાતાં મુંબઇમાં થયો છે જ્યાં ખરેખર લોકો પોતાના સપનાંને પાંખો આપી શકે છે.

ડિમ્પલનું કહેવું છે કે તે હોમવર્ક કરવામાં માને છે જેની મદદથી તે પોતાના મહેમાનોને મનોરંજન પૂરું પાડી શકે. તેની સાથે જ ડિમ્પલ એ પણ માને છે કે છેલ્લી ઘડીએ થતાં બદલાવોની શક્યતા પણ એટલી જ હોય છે જેનાથી હું મહેમાનોને સતત કંઇક નવું આપવાના પ્રયત્નો કરી શકું અને હું કરતી હોઉં છું, અને એવા ફેરફારોથી મને સતત પ્રેરણા મળતી રહે છે. ડિમ્પલની એન્કરિંગ તેના મહેમાનોને જકડી રાખવાનું કામ ખૂબ જ સારી રીતે કરી શકે છે.

ડિમ્પલ ભાનુશાલીએ અનેક બ્રાન્ડ સાથે કામ કર્યું છે. જેમાં તેણે વીવો સ્માર્ટફોન્સ, બૉસ, ટેન્ટ્રમ ફિટનેસ, જેવી ઘણી મોટી બ્રાન્ડના કાર્યક્રમોમાં તેણે એન્કરિંગ કરી છે. આમ તો ડિમ્પલ ભાનુશાલીની સ્માઇલ, તેનું એલિગેન્સ, તેની સુંદરતા, તેનું કામ બધું જ ફ્લોલેસ છે. તાજેતરમાં જ તેણે જાણીતાં હાસ્ય કલાકાર જય છનિયારાના એક કાર્યક્રમમાં એન્કરિંગ કરી છે. આ શૉ રાજકોટમાં થયો હતો.

ડિમ્પલ ભાનુશાલીએ તાજેતરમાં જ કરણવીર બોહરાની દીકરીના જન્મદિવસની પાર્ટી પણ હોસ્ટ કરી હતી. જેમાં તેણે વિવિધ સેલિબ્રિટિઝને મનોરંજન પૂરું પાડ્યું હતું. આ પાર્ટી બાદ તેને સેલિબ્રિટી એન્કર તરીકે ઓળખ મેળવી છે. ડિમ્પલે તાજેતરમાં જ થયેલી મિસ ટીન વર્લ્ડ મુંડિઆલ 2019ની સેલિબ્રેશન પાર્ટી પણ હોસ્ટ કરી હતી. છેલ્લા 4 વર્ષથી એકથી એક મોટી બ્રાન્ડ્સની પાર્ટીઝ ડિમ્પલે હોસ્ટ કરી છે. થીમ પાર્ટી હોય કે પૂલ પાર્ટી કે પછી કોઇકની હલ્દી, મહેંદીના ફંકશન હોય બધાં જ કાર્યક્રમોમાં પ્રોફેશનલ એન્કરિંગ કરતી હો છે.

ડિમ્પલે ગોલ્ડન વેલે રિસોર્ટમાં પૂલ પાર્ટી દરમિયાન તો ક્યારેક જાણીતાં કોમેડિયન સુનિલ પાલ સાથે એન્કરિંગ કરી છે. જાણીતી ટેલીવિઝન અભિનેત્રી જયશ્રી તલપડે સાથે પણ ડિમ્પલ ભાનુશાલી તસવીરોમાં જોવા મળે છે. ડિમ્પલ કોર્પોરેટ તેમજ સોશિયલ ઇવેન્ટ્સ હોસ્ટ કરે છે. જાણીતાં ગઝલ ગાયક ઘનશ્યામ વસવામી જેમણે ઇતની શક્તિ હમે દેના દાતા ગાયું છે તેમજ ભારતના જાણીતા ડિજે - ડિજે વિનોદ અને ડિજે લેઓના સાથે ડિમ્પલની તસવીરો જોવા મળે છે.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

ડિમ્પલનું કહેવું છે કે દેવ ભદ્રાની આભારી રહેશે જેમણે તેને આ ફિલ્ડમાં કામ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ તેને સૌપ્રથમ પ્રયત્ન કરવાની તક આપી.

mumbai