‘ખતરોં કે ખિલાડી 12’ના વિજેતા તુષાર કાલિયાને મળ્યાં વીસ લાખ અને કાર

27 September, 2022 02:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં આ રિયલિટી શો શૂટ કરવામાં આવ્યો હતો

તુષાર કાલિયા

‘ખતરોં કે ખિલાડી 12’નો તાજ જીતનાર તુષાર કાલિયાને વીસ લાખ રૂપિયા અને એક કાર ઇનામમાં મળ્યા છે. આ શોમાં ટૉપ ફાઇવમાં તુષારની સાથે રૂબીના દિલૈક, જન્નત ઝુબૈર, ફૈઝલ શેખ અને મોહિત ​મલિક હતાં. સૌએ ‘ખતરોં કે ખિલાડી 12’ની ટ્રોફી જીતવા માટે ખતરનાક સ્ટન્ટ્સ કર્યા હતા. સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં આ રિયલિટી શો શૂટ કરવામાં આવ્યો હતો. શોને રોહિત શેટ્ટીએ હોસ્ટ કર્યો હતો. બાદમાં તુષાર અને ફૈઝલ ટૉપ 2માં પહોંચ્યા હતા. એમાં તુષારને વિજેતા જાહેર કરવામાં આવ્યો. ટ્રોફી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તુષારે કૅપ્શન આપી હતી, તમે સૌએ આપેલા પ્રેમ અને સપોર્ટ બદલ આભાર.

entertainment news indian television television news khatron ke khiladi