દિવ્યાંકા ત્રિપાઠીની જગ્યાએ ધ વૉઇસને આ વીક-એન્ડ પર હોસ્ટ કરશે કરણ વાહી

25 April, 2019 12:07 PM IST  |  મુંબઈ

દિવ્યાંકા ત્રિપાઠીની જગ્યાએ ધ વૉઇસને આ વીક-એન્ડ પર હોસ્ટ કરશે કરણ વાહી

કરણ વાહી (ફાઈલ ફોટો)

સ્ટાર પ્લસ પર આવી રહેલા રિયલિટી શો ‘ધ વૉઇસ’ને હવે કરણ વાહી હોસ્ટ કરશે. ‘ધ વૉઇસ’ની આ ત્રીજી સીઝન ચાલી રહી છે જેને દિવ્યાંકા ત્રિપાઠી હોસ્ટ કરી રહી છે. જોકે તેનાં પર્સનલ કમિટમેન્ટ્સને કારણે તે આગામી વીક-એન્ડનો શો હોસ્ટ કરી શકે એમ નથી. આ કારણસર તેની જગ્યાએ હવે કરણને પસંદ કરવામાં આવ્યો છે. આ વિશે કરણ કહે છે, ‘હું આ શો માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ શોને હોસ્ટ કરતાં અને એનું શૂટિંગ કરતા વખતે મને ખૂબ જ મજા આવી હતી. આ શોના સ્પર્ધકો ખૂબ જ ટૅલન્ટેડ છે અને તેમને લાઇવ સાંભળવા મારા માટે ગર્વની વાત હતી.’

આ પણ વાંચોઃ જય ભાનુશાળી : જાણો કેવી છે સ્ટાર ગુજરાતી એન્કરની લવ લાઈફ

divyanka tripathi karan wahi television news