કરણ મહેરા બન્યો 'કૂલ ડૅડ'

01 June, 2020 08:37 PM IST  |  Mumbai | Nirali Dave

કરણ મહેરા બન્યો 'કૂલ ડૅડ'

સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં નૈતિકના રોલથી પૉપ્યુલર બનેલો અભિનેતા કરણ મહેરા સૌથી કૂલ ડૅડી છે એ સાબિત થઈ ગયું છે. કરણે તાજેતરમાં ‘યુનિડૅડ’ નામની ફેસબુક કમ્યુનિટી લૉન્ચ કરી છે જે ખાસ પિતાઓ માટે છે. યુનિડૅડ એટલે કે ‘યુનિવર્સ ઑફ ડૅડ્સ’ નામની આ કમ્યુનિટી પિતા હોવું કેટલું મહત્ત્વનું છે અને જવાબદારીઓ કઈ રીતે ઉપાડવી જોઈએ એના પર ભાર મૂકે છે. મમ્મીઓ માટે ‘યુનિમૉમ’ નામની સૌથી મોટી કમ્યુનિટી ઑલરેડી છે અને આમ પણ માતાઓને માર્ગદર્શન આપતી અનેક ગાઇડલાઇન તમે જોઈ શકશો, પણ એક પિતાએ શું કરવું જોઈએ એ વિશે ખાસ જાગૃતિ જોવા મળતી નથી.

કરણ પોતે એક બાળકનો પિતા છે અને ‘યુનિડૅડ’ કમ્યુનિટી કરણે પોતાના મિત્ર સાથે બનાવી છે, જેની પત્ની ‘યુનિમૉમ’ ચલાવે છે. કરણે આ કમ્યુનિટી વિશે કહ્યું કે ‘ભારતમાં આવી કોઈ કમ્યુનિટી નથી એટલે જ અમે ‘યુનિડૅડ’ લૉન્ચ કરવાનું વિચાર્યું. જ્યારે પત્ની પ્રેગ્નન્ટ હોય કે વર્કિંગ-વુમન હોય ત્યારે એક પિતાએ શું કરવું જોઈએ એની કોઈ ગાઇડલાઇન જોવા નથી મળતી એટલે જ અમારી આ કમ્યુનિટી દરેક પેઢીના પિતાઓને કામ લાગશે. આપણે ઘરને સાચવવા માટે દર વખતે માતાઓ પર નિર્ભર ન રહી શકીએ.’

entertainment news indian television television news karan mehra