અનિલ કપૂરને પોતાના રિશેપ્શનમાં જોઇને આશ્ચર્યચકિત થઈ ગયો કપિલ, જાણો કારણ

16 September, 2019 08:35 PM IST  |  મુંબઈ ડેસ્ક

અનિલ કપૂરને પોતાના રિશેપ્શનમાં જોઇને આશ્ચર્યચકિત થઈ ગયો કપિલ, જાણો કારણ

કપિલ શર્મા શૉના સેટ પર પહોંચી ઝોયા ફેક્ટરની ટીમ

ધ કપિલ શર્મા શૉમાં રવિવાર રાતે ફિલ્મ ધ ઝોયા ફેક્ટરની સ્ટાર કાસ્ટ સોનમ કપૂર, દુલકર સલમાન પહોંચ્યા હતા. શૉમાં આવેલી સોનમ કપૂરને કપિલ શર્માએ પહેલો પ્રશ્ન કર્યો કે તમે મારા લગ્નના રિસેપ્શનમાં કેમ ન આવ્યા? આ સવાલનો જવાબ આપતાં સોનમ કપૂરે એક રસપ્રદ ઘટના સંભળાવી.

સોનમ કપૂરે કપિલ શર્માને જવાબ આપતાં કહ્યું કે આ સત્ય છે કે તમારા લગ્નમાં હું હાજરી આપી શકી નહીં. પણ પાપા (અનિલ કપૂર) આવ્યા હતા. તો કપિલે કહ્યું, હા તે તો આવ્યા હતા. પણ તમે કેમ ન આવ્યા?

સોનમે કહ્યું કે તમારું રિસેપ્શન 24 ડિસેમ્બરે હતો, તે દિવસે પાપાનો પણ જન્મદિવસ હોય છે. અમે બધાં તેમના જન્મદિવસની તૈયારીઓમાં લાગેલા હતા. પણ પાપાએ કહ્યું કે તેઓ તમારા રિસેપ્શનમાં જશે. જ્યારે તે પહોંચ્યા ત્યારે તમે પાયજામો પહેરીને મળ્યા હતા. સોનમની વાત સાંભળીને કપિલ શરમાઇ ગયો.

કપિલે કહ્યું કે મને ખૂબ જ આનંદ થયો કે અનિલ સર આવ્યા પણ તે એટલા યોગ્ય સમયે આવ્યા કે હું તૈયાર ન હતો. સોનમે કપિલને અટકાવતાં કહ્યું, હું કહું છું આખી ઘટના, થયું એવું કે કપિલના રિસેપ્શનના કાર્ડ પર લખ્યું હતું કે 8 વાગ્યે આવવાનું છે. પાપાનો તે જ દિવસે જન્મદિવસ હતો અને તે ઇચ્છતા હતા કે તમારું રિસેપ્શન પણ અટેન્ડ કરે અને તેમના જન્મદિવસની પાર્ટી પણ થાય. પાપા જ્યારે કપિલના ઘરે 8 વાગ્યે પહોંચ્યા તો તે પાયજામો પહેરીને બેઠા હતા અને જે બ્રાઇડ હતી ગિન્ની તે તો તેમને જોઈને છુપાઇ ગઈ.

આ પણ વાંચો : સઇ બર્વે: આ ચુલબુલી અભિનેત્રીને વ્હાલો છે વરસાદ, કરાવ્યું રેઇન ફોટોશૂટ

કપિલ શર્માએ સોનમની વાતનો જવાબ આપતાં કહ્યું કે હું તો આરામથી બેઠો હતો, મને શું ખબર હતી કે અનિલ સર એકદમ સમયસર આવી જશે. એમ પણ કોણ 8 વાગ્યે આવે છે. અનિલ સરે એન્ટ્રી પણ પોતાના જક્કાસ અંદાજમાં લીધી કે હું બિચારો પાયજામામાં જ બેઠો તેમને જોઇને ડઘાઇ ગયો. અને તેણે ઉમેર્યું કે મને સારું લાગ્યું કે પોતાના જન્મદિવસની પાર્ટી સમયે પણ તે અમારે ત્યાં આવ્યા.

the kapil sharma show kapil sharma anil kapoor sonam kapoor bollywood bollywood events bollywood news bollywood gossips television news