કહાની ઘર ઘર કી ફેમ રિન્કુ ધવન ગુપ્તા બ્રધર્સમાં કૉમેડી કરશે

19 October, 2020 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કહાની ઘર ઘર કી ફેમ રિન્કુ ધવન ગુપ્તા બ્રધર્સમાં કૉમેડી કરશે

રિન્કુ ધવન

સ્ટાર ભારત પર ચાલી રહેલો માયથોલૉજિકલ શો ‘રાધાકૃષ્ણ’ અત્યંત લોકપ્રિય છે. સ્ટાર ભારત ઉપરાંત તે ડિઝની પ્લસ હૉટસ્ટાર પર પણ જોઈ શકાય છે. હવે સ્ટાર ભારત વધુ કેટલીક નવી સિરિયલો લાવી રહ્યું છે જેમાંની એક તાજેતરમાં જ લૉન્ચ થયેલી છે જેનું નામ છે, ‘ગુપ્તા બ્રધર્સ - ચાર કુંવારે ફ્રૉમ ગંગા કિનારે’. આ શોમાં અભિનેત્રી રિન્કુ ધવનની કૉમેડિયન તરીકે એન્ટ્રી થઈ છે.

રિન્કુ ધવન મોટા ભાગે તેમના નેગેટિવ રોલ માટે જાણીતાં છે, પરંતુ આ વખતે ‘ગુપ્તા બ્રધર્સ’ દ્વારા તેઓ નવા કૉમેડીના અંદાજમાં દેખાશે. આ વિશે રિન્કુએ કહ્યું કે ‘શોનો કન્સેપ્ટ અગાઉ સામાજિક ડ્રામા હતો, પરંતુ હવે એ ‘ડ્રામેડી’ (ડ્રામા + કૉમેડી)માં પરિવર્તિત થઈ ચૂક્યો છે. પહેલી વખત કૉમેડી રોલ કરવો મારા માટે પડકારરૂપ હશે. હવે ગ્લૅમરનું તત્ત્વ ઘણું જ આગળ નીકળી ગયું છે અને એ વખત જેવું નથી રહ્યું જેવું મેં ‘કહાની ઘર ઘર કી’ સમયે ભજવ્યું હતું. છતાં લોકો આજે પણ મારા નેગેટિવ પાત્રને યાદ કરે છે.’  ‘ગુપ્તા બ્રધર્સ’માં ઍક્ટર હિતેન તેજવાણી લીડ રોલ ભજવી રહ્યો છે.

entertainment news indian television television news tv show