'કહાની ઘર ઘર કી' ફેમ અભિનેતા સચિન કુમારનું નિધન

16 May, 2020 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'કહાની ઘર ઘર કી' ફેમ અભિનેતા સચિન કુમારનું નિધન

સચિન કુમાર

2020નું વર્ષ જાણે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે દુ:ખનું વર્ષ હોય તેવુ લાગી રહ્યું છે. એક પછી એક કલાકારો ભગવાનને પ્યારા થઈ રહ્યાં છે. સ્ટાર પ્લસ પર આવતી લોકપ્રિય સિરિયલ 'કહાની ઘર ઘર કી' ફેમ અભિનેતા સચિન કુમારનું શુક્રવારે અંધેરી સ્થિત ઘરમાં હાર્ટ અટેકને કારણે 42 વર્ષની વયે મૃત્યુ થયું છે. સચિન કુમારનું બોલીવુડમાં પણ કનેક્શન હતું. તેઓ બોલીવુડના ખિલાડી અક્ષય કુમારની ફોઈના દીકરા છે.

સચિનના એક નજીકના મિત્રએ આપેલી માહિતિ મુજબ, ગુરૂવારે રાત્રે સચિન પોતાના બેડરૂમમાં સુવા ગયો અને પછી સવારે મોડે સુધી બહાર નહોતો આવ્યો. માતાએ દરવાજો ખખડાવ્યો તો પણ તે ખોલતો નહોતો. ત્યારે બીજી ચાવીથી બેડરૂમનો દરવાજો ખોલ્યો ત્યારે તે મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.

સચિને 'કહાની ઘર ઘર કી' અને 'લજ્જા' સિરિયલમાં નેગેટીવ ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. પરંતુ એક્ટિંગમાં બહુ સફળતા ન મળતા તેણે પ્રોફેશનલ ફોટોગ્રાફર તરીકે કામ શરૂ કર્યું હતું. જેનાથી અભિનેતા બહુ ખુશ પણ હતો. સચિનના મિત્રોનું કહેવું છે કે તે બહુ જ હસમુખો, સકારાત્મક અને હંમેશા બીજાની મદદ કરવા તત્પર હોય તેવા સ્વભાવનો વ્યક્તિ હતો.

અચાનક થયેલા સચિનના મૃત્યુ પર અનેક સેલેબ્ઝે પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. ફિલ્મ ક્રિટિક સલિલ સાદએ ટ્વીટ કર્યું હતું કે, આપણે સાથે કામ કર્યું અને હવે ખબર પડી કર તું નહથી રહ્યો. બહુ આધાત લાગ્યો.

ફેમસ કોસ્ટ્યૂમ ડિઝાઈનર નિખત મરિયમે પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. સિરિયલ 'લજ્જા'ની નિર્માતા બેનાફર કોહલીએ કહ્યું હતું કે, સચિન હંમેશા હસતો અને એકદમ સ્વિટ છોકરો હતો.

entertainment news indian television television news star plus