'કહાં હમ, કહાં તુમ'ના યુનિક લોન્ચ કોન્સેપ્ટના થયા વખાણ

16 June, 2019 06:28 PM IST  |  મુંબઈ

'કહાં હમ, કહાં તુમ'ના યુનિક લોન્ચ કોન્સેપ્ટના થયા વખાણ

સ્ટાર પ્લસના નવા શો કહાં હમ કહાં તુમને મુંબઈમાં અનોખી રીતે લોન્ચ કરવામાં આવ્યો. સિરીયલના સ્ટાર દીપિકા કક્કર અને કરણ ગ્રોવરની હાજરીમાં સર્જન્સ અને અન્ય ટેલીવિઝન એક્ટ્રેસિસની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યો. લોન્ચના આ કન્સેપ્ટના ઈન્ડસ્ટ્રીમાં વખાણ થઈ રહ્યા છે.

સિરીયલને લોન્ચ કરવાની ઈવેન્ટ દરમિયાન સ્ટારકાસ્ટ દીપિકા કક્કર અને કરણ ગ્રોવર સહિત ટેલિવિઝનના જાણીતા સ્ટાર્સની સાથે સાથે ડોક્ટર્સ અને સર્જનો એકબીજા સાથે ચર્ચા કરતા દેખાયા હતા, જ્યાં આ તમામ મહેમાનોએ બે જુદી જુદી ઈન્ડસ્ટ્રીની સમસ્યાઓ પર ચર્ચા કરી. આ સાથે જ સ્ટાર પ્લસ દ્વારા આયોજિત આ અનોખું પ્રમોશન સફળ પણ રહ્યું હતું.

આ અનોખી ઈવેન્ટ મુંબઈમાં યોજાઈ હતી. મુંબઈમાં આ શોના પ્રમોશન માટે એક ખાસ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેલીવિઝનના એક્ટર્સની સાથે મુંબઈના જાણીતા ડોક્ટર્સ ભેગા થઈને કહાં હમ કહાં તુમનું પ્રમોશન કર્યું. આ કાર્યક્રમમાં અદા ખાન, રશ્મી દેસાઈ, તનાઝ કુર્રિમ, અલીશા પવાર હાજર રહેશે, તો મુંબઈના ટોચના સર્જન અમનદીપ ગુજરાલ, વિરલ દેસાઈ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ 'કહાં હમ, કહાં તુમ'ને પ્રમોટ કરશે ડોક્ટર્સની ટીમ

આગામી શૉ 'કહા હમ કહા તુમ' બે જુદી-જુદી પરિસ્થિતિમાં જીવતા બે પાત્રોની વાર્તા છે, જે પોતાના વ્યસ્ત શેડ્યૂલની સાથે બે અલગ-અલગ વ્યવસાયો ધરાવે છે. એક પાત્ર એક્ટ્રેસ છે અને બીજું પાત્ર ડોક્ટર છે. શું તમને આનાથી કઈ સમજાયું? પ્રોડક્શનના એક નજીકના સૂત્ર મુજબ જાણવા મળ્યું કે આ ઑન-સ્ક્રીન લવ સ્ટોરી લોકપ્રિય કપલ માધુરી દીક્ષિત અને એમના પતિ શ્રીરામ નેનેના જીવન પર આધારિત છે, જ્યાં એક તરફ અભિનેત્રી અભિનયની દુનિયામાં વ્યસ્ત છે અને ત્યાં નેને સર્જન હોય છે જેમને કામથી બહાર જવાનું હોય છે, પરંતુ આટલા સંઘર્ષો છતાં તેઓ રોમાન્સને અકબંધ રાખવાની કોશિશ કરે છે. ચર્ચા છે કે આ શોની સ્ટોરી માધુરી દીક્ષીતના જીવન પર આધારિત છે.

indian television television news star plus