બાપ-દાદાની મિલકત કે ગડા ઇલેક્ટ્રૉનિક્સ કોની પસંદગી કરશે જેઠાલાલ

02 March, 2021 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

બાપ-દાદાની મિલકત કે ગડા ઇલેક્ટ્રૉનિક્સ કોની પસંદગી કરશે જેઠાલાલ

બાપ-દાદાની મિલકત કે ગડા ઇલેક્ટ્રૉનિક્સ કોની પસંદગી કરશે જેઠાલાલ

નીલા ફિલ્મ પ્રૉડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ પ્રસ્તુત તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ હવે એક તલવારની ધાર પર આવી પહોંચ્યો છે. તે એવી સ્થિતિમાં છે જ્યાં એકબાજુ ખાઇ અને બીજી બાજુ કૂવાની સ્થિતિ છે. એક તરફ તેણે મહેનતથી ઊભું કરેલું ગડા ઇલેક્ટ્રૉનિક્સ છે તો બીજી તરફ તેની બાપીકિ જમીન અને આ બન્નેમાંથી કોઇ એકની પસંદગી તેને કરવી પડી શકે છે.

જેઠાલાલ પર આવેલું આર્થિક સંકટ તેને પોતાના વડિલોની જમીન વેચવા પર મજબૂર કરી દે છે. ઇચ્છા ન હોવા છતાં પણ ગડા ઇલેક્ટ્રૉનિક્સ બચાવવા માટે તે જમીન વેચવાનો નિર્ણય લે છે. પણ જેઠાલાલના દાદાજી તેના સપનામાં આવીને તેને કંઇક એવું જણાવે છે કે જેના કારણે જેઠાલાલ અને ચંપકલાલ બન્ને જમીન વેચવાનો ખ્યાલ મગજમાંથી ઉખેડી ફેંકે છે. પણ બીજી તરફ સુંદરલાલ જમીનનો સોદો કરી ખરીદનાર સાથે ડીલ ફાઇનલ કરી દે છે જેના વિશે જેઠાલાલને અંદાજ સુદ્ધા નથી.

શું થશે જ્યારે જેઠાલાલને ખબર પડશે સુંદરલાલની ડીલ વિશે?
આપણને ખબર છે કે સુંદરલાલ ખૂબ જ હોંશિયાર છે. તો શું તે પોતાની વાત જેઠાલાલ પાસેથી મનાવી લેશે. એક તરફ ગડા પરિવારની બાપીકી મિલકત છે અને બીજી તરફ ગડા ઇલેક્ટ્રૉનિક્સ જે ગડા પરિવારનું સપનું જ નહીં તેમનું ભવિષ્ય પણ તેના પર નિર્ભર છે. જેઠાલાલ એવા પડકારનો સામનો કરી રહ્યો છે જેમાં એક તરફ તેણે ખૂબ જ શ્રમ અને વર્ષોની મહેનતથી ઊભું કરેલું ગડા ઇલેક્ટ્રૉનિક્સ છે તો બીજી તરફ તેની સૌથી બાપીકી મિલકત છે. જેઠાલાલ માટે ગડા ઇલેક્ટ્રૉનિક્સ ફક્ત તેનો રોજગાર છે પણ તેના જીવનની સૌથી મોટી પૂંજી છે.

જેઠાલાલ માટે જમીન વેચવું અશક્ય જેવું છે. આ મુશ્કેલીના સમયમાં આખી ગોકુલધામ સોસાઇટી જેઠાલાલની સાથે એકસાથે છે પણ શું ગોકુલધામ નિવાસી આ વખતે પણ જેઠાલાલની મદદ કરી શકશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. શું થશે આગળ જાણવા માટે જોતાં રહો નીલા ફિલ્મ પ્રૉડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ પ્રસ્તુત તારક મેહતા કા ઊલ્ટા ચશ્માં.

taarak mehta ka ooltah chashmah entertainment news indian television television news