એકતા કપૂરને મળી ગઈ નવી કોમોલિકા, હિના ખાન શોમાંથી બહાર!

08 September, 2019 10:55 AM IST  |  મુંબઈ

એકતા કપૂરને મળી ગઈ નવી કોમોલિકા, હિના ખાન શોમાંથી બહાર!

એકતા કપૂરને મળી ગઈ નવી કોમોલિકા, હિના ખાન શોમાંથી બહાર!

ટીવી શો કસૌટી ઝિંદગી કીમાં છેલ્લા કેટલાક સમયથી કોમોલિકાના રોલ માટે હિના ખાનને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. પરંતુ પોતાના બોલીવુડ પ્રોજેક્ટ્સમાં બિઝી હોવાનું કારણે હિના ખાને વચ્ચેથી જ છોડી દીધો હતો. હિના ખાનના શોને વચ્ચેથી છોડી દેવાના નિર્ણયને લઈને ચાહકો ખૂબ જ નિરાશ થયો હતા. એક વાર ફરી કસૌટીમાં કોમોલિકાની વાપસી જવા થઈ રહી છે. પરંતુ આ વખતે કોમોલિકાના રોલમાં હિના ખાન નહીં પરંતુ કોઈ બીજું નજર આવવાનું છે.


આશા રાખવામાં આવી રહી હતી કે હિના ખાન જેવી જ ફિલ્મી પ્રોજેક્ટથી ફ્રી થઈ જશે તો શોમાં પાછી ફરી શકે છે. પરંતુ હિના ખાનનો ઈરાદો ટીવીની દુનિયામાં પાછો આવવાનો નથી. એવામાં કોમોલિકાનો રોલ નિભાવવા માટે બીજી અભિનેત્રીની શોધ કરવામાં આવી.

બોલીવુડ લાઈફના રિપોર્ટ અનુસાર આવનારા દિવસોમાં કોમોલિકા અને મિસ્ટર બજાજ એકસાથે કામર કરશે. કોમોલિકાના રોલ માટે અનેક અભિનેત્રીઓના નામ સજેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં રાગિણી ખન્ના, મધુરિમા તુલી,રિદ્ધી ડોગરાનું નામ સામેલ હતું. પરંતુ એકતાએ માત્ર સનાયા ઈરાનીના નામ પર મહોર લગાવી. પરંતુ સનાયાએ આ પ્રકારના રોલ કરવાનો ઈન્કાર કરી દીધો. હવે અહેવાલો આવી રહ્યા છે કે અંત જસ્મિન ભસીનના નામ પર આખરી મહો લગાવવામાં આવી છે. જેસ્મીન ખતરો કે ખિલાડીમાં નજર આવી ચુકી છે.


જસ્મિનને લઈને કસૌટી ઝિંદગી કી શોના મેકર્સ શું નક્કી કરે છે તે તો તમને આગામી દિવસોમાં ખબર પડશે. પરંતુ આ વખતે એ નક્કી માનવામાં આવી રહ્યું છે કે હિના ખાન કોમોલિકાના રોલમાં નજર નહીં આવે.

આ પણ વાંચોઃ Vogue માટે પ્રિયંકા ચોપરાએ કરાવ્યું ફોટોશૂટ, તસવીરોમાં દેખાયો ગ્લેમરસ અંદાજ

ekta kapoor hina khan