પેરન્ટ્સને કોવિડ-19 વૅક્સિન આપ્યા બાદ લોકોને સલાહ આપી જમનાદાસ મજીઠિયાએ

08 March, 2021 11:46 AM IST  |  Mumbai | Mumbai correspondent

પેરન્ટ્સને કોવિડ-19 વૅક્સિન આપ્યા બાદ લોકોને સલાહ આપી જમનાદાસ મજીઠિયાએ

પેરન્ટ્સને કોવિડ-19 વૅક્સિન આપ્યા બાદ લોકોને સલાહ આપી જમનાદાસ મજીઠિયાએ

જમનાદાસ મજીઠિયાએ પેરન્ટ્સને કોવિડની વૅક્સિન અપાવીને લોકોને કેટલાંક સલાહ-સૂચન પણ આપ્યાં છે. ગોરેગામમાં બનેલા નેસ્કો ગ્રાઉન્ડ અને એમાં આપવામાં આવતી સુવિધાની પણ તેમણે ખૂબ પ્રશંસા કરી હતી. પોતાના પેરન્ટ્સ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જમનાદાસ મજીઠિયાએ કૅપ્શન આપી હતી, ‘બાળકો જ્યારે નાનાં હોય ત્યારે પેરન્ટ્સ તેમનો હાથ પકડીને તેમને વૅક્સિન અપાવવા લઈ જાય. આજે બાળકો તેમના પેરન્ટ્સને કોવિડ-19ની વૅક્સિન અપાવવા લઈ જાય છે. પૂરી રીતે રોલ રિવર્સ થઈ ગયો છે. મારી મમ્મીએ તો વૅક્સિન લેતી વખતે મારો હાથ પકડી રાખ્યો હતો. એ મારા માટે યાદગાર ક્ષણ રહી છે. હું મારો અનુભવ અહીં શૅર કરવા માગું છું એ લોકો માટે જેઓ પોતાના પેરન્ટ્સને વૅક્સિન માટે લઈ જવા કે નહીં એ અવઢવમાં છે. વૅક્સિનને લઈને જે પ્રકારે અફવા ફેલાઈ રહી છે અને વૅક્સિન બાદ જે પ્રકારનાં રીઍક્શન્સ આવે છે એને જોતાં અન્ય લોકોની જેમ જ મારા દિમાગમાં પણ મૂંઝવણ હતી. મારા પપ્પા ૯૨ના અને મમ્મી ૮૨નાં છે. જોકે મને એવો અહેસાસ થયો કે જો તેઓ વોટ આપી શકે છે તો વૅક્સિન કેમ ન લઈ શકે. એથી મેં મારા ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કર્યા. તેમણે આપેલા સકારાત્મક જવાબ બાદ ગોરેગામના નેસ્કો સેન્ટર માટે મેં ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું. સેન્ટર પર દરેક વસ્તુઓ સરળ હતી. જે લોકોને ચાલવામાં તકલીફ હોય એવો લોકો માટે તેમણે વ્હીલચૅરની વ્યવસ્થા કરી રાખી હતી. આખા સેન્ટરમાં એસી છે. રજિસ્ટ્રેશન બાદ તમારે વૅક્સિનેશન એરિયામાં રાહ જોવાની હોય છે. જ્યાં બેસવાની પણ પૂરતી વ્યવસ્થા હોય છે. વૅક્સિન લીધા બાદ ૩૦ મિનિટ સુધી નિરીક્ષણ કરવામાં આવે છે કે વ્યક્તિને કોઈ રીઍક્શન તો નથી થયુંને. ત્યાર બાદ તમે જઈ શકો છો. આખી આ પ્રોસેસને અઢી કલાક થાય છે. હા, અને અગત્યની વાત એ છે કે બીજા ડોઝની માહિતી પણ નોંધી લેજો. પહેલા ડોઝના ૨૮ દિવસ બાદ બીજો ડોઝ લેવાનો હોય છે. સાથે જ આજના ટ્રેન્ડ પ્રમાણે સેલ્ફી વિન્ડો પાસે ફોટો લેવાનું ભૂલતા નહીં. પેરન્ટ્સ અને વયોવૃદ્ધ લોકો સાથેનો આ ફોટો યાદગાર રહેશે. તમારા પેરન્ટ્સ અને વયોવૃદ્ધોને સલામત અને હેલ્ધી રાખવાનો આ વિષય છે.’

indian television television news JD Majethia