સુધાંશુ પાન્ડેને મિડલ ક્લાસ બનવું કેમ અઘરું લાગે છે?

11 September, 2020 08:07 PM IST  |  Mumbai | Rashmin Shah

સુધાંશુ પાન્ડેને મિડલ ક્લાસ બનવું કેમ અઘરું લાગે છે?

સુધાંશુ પાન્ડે

સ્ટાર પ્લસ પર આવતી અને લોકચાહના મેળવી રહેલી ડેઇલી સોપ ‘અનુપમા’માં પતિ વનરાજનું કૅરૅક્ટર કરતા સુધાંશુની આ પહેલી ટીવી-સિરિયલ છે. સુધાંશુને જ્યારે આ રોલ ઑફર કરવામાં આવ્યો ત્યારે તેને રોલ બહુ સામાન્ય લાગ્યો હતો પણ કૅરૅક્ટરનો સ્ટડી કરતાં તેને ખબર પડી કે રોલમાં અનેક શેડ્સ છે. સુધાંશુ કહે છે, ‘હું એક મિડલ ક્લાસ ફૅમિલી સાથે જોડાયેલો છું જે કૉર્પોરેટ જૉબ કરે છે અને ઑફિસમાં તેનો એક અફેર છે, પણ એ અફેર પછી પણ તે ફૅમિલી અને વાઇફ પ્રત્યેની જવાબદારીથી દૂર ભાગતો નથી. મિડલ ક્લાસ હસબન્ડની આ માનસિકતા હૅન્ડલ કરવાનું કામ બહુ અઘરું છે. ’

entertainment news indian television television news Rashmin Shah