11 July, 2023 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂરજ પંચોલીન
સૂરજ પંચોલીનું કહેવું છે કે તે કોઈ દિવસ રિયલિટી શોમાં કામ નહીં કરે. જિયા ખાનના સુસાઇડ કેસની લાંબી લડાઈ બાદ તે હવે તેની કરીઅર પર વધુ ધ્યાન આપવા માગે છે. એવી ચર્ચા હતી કે તે સલમાન ખાનના શો ‘બિગ બૉસ ઓટીટી 2’માં જોવા મળશે. જોકે આ તમામ અફવાને ફગાવી દેતાં સૂરજ પંચોલીએ કહ્યું કે ‘હું કોઈ દિવસ રિયલિટી શો નહીં કરું. મને તેમના તરફથી સંપર્ક પણ નહોતો કરવામાં આવ્યો. મને ખબર છે કે આ શોની વ્યુઅરશિપ ખૂબ જ મોટી છે, પરંતુ એમ છતાં પણ હું એ શો કરવાનું વિચારી નહીં શકું. મારે હાલમાં ફિલ્મો અને વેબ-શો પર ધ્યાન આપવું છે. મારાં ટ્રાવેલ રિસ્ટ્રિક્શન અને ગળા પર જે તલવાર લટકી રહી હતી એને કારણે મારા હાથમાંથી ઘણી ફિલ્મો ગઈ હતી. જોકે હવે હું મારી કરીઅર પર ફોકસ કરવા માગું છું.’