મેં હવે હિન્દી શીખવાની શરૂઆત કરી છે : શહનાઝ

19 April, 2023 04:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે ‘બિગ બૉસ 13’માં જોવા મળી હતી.

શહનાઝ ગિલ

શહનાઝ ગિલનું કહેવું છે કે તેણે હવે હિન્દી શીખવાની શરૂઆત કરી છે. તે ‘બિગ બૉસ 13’માં જોવા મળી હતી. આ શોમાં સિદ્ધાર્થ શુક્લા સાથેનું તેનું રિલેશન ટૉક ઑફ ધ ટાઉન બન્યું હતું. જોકે ૨૦૨૧માં સિદ્ધાર્થનું અકાળ નિધન થયું હતું. શહનાઝ તેને ખૂબ મિસ કરે છે. તે લાઇફમાં આગળ પણ વધી રહી છે. એ વિશે શહનાઝે કહ્યું કે ‘મેં મારી સ્ટાઇલને ગ્રૂમ કરી છે, મારા લુક પર ખાસ ધ્યાન આપ્યું છે અને સાથે જ મેં હિન્દી શીખવાની પણ શરૂઆત કરી છે. આવનારા દિવસોમાં તમે મને આગળ વધતી જોશો.’

entertainment news television news indian television shehnaaz gill