બીએસએફ અને આર્મીમાં કોશિશ કર્યા બાદ કૉમેડિયન બન્યો છું : કપિલ શર્મા

21 January, 2022 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનું કહેવું છે કે મુંબઈએ મારા જેવા સ્કૂટરવાળાને સ્ટેજ પર ઊભા રહેવાની અને લોકોને મનોરંજન પૂરું પાડવાની તક આપી છે

કપિલ શર્મા

કપિલ શર્માએ જણાવ્યું છે કે મુંબઈએ તેના જેવા સ્કૂટરવાળાને તક આપી છે. તેની લાઇફનાં અનેક પાસાંઓ, સ્ટ્રગલ અને જાણી-અજાણી વાતોને વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ‘કપિલ શર્મા: આઇ ઍમ નૉટ ડન યટ’ લઈને આવવાનો છે. આ શો ૨૮ જાન્યુઆરીએ રિલીઝ થવાનો છે. પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતાં કપિલ શર્માએ કહ્યું કે ‘મારી પાસે કોઈ પ્લાન નહોતો. મેં કઈ રીતે શરૂઆત કરી છે એ વિશે હું કહીશ તો લોકો મારા પર હસશે. મેં પહેલાં બીએસએફ માટે પ્રયાસ કર્યો, બાદમાં આર્મીમાં ગયો હતો. મારા પિતા અને અંકલ પોલીસ દળમાં હતા. જોકે પિતા અનેક સંગીતકારોને જાણતા હતા અને તેમની સાથે સતત મુલાકાત કરાવતા હતા. તેમની ઇચ્છા હતી કે હું લાઇફમાં કંઈક મોટું અને ક્રીએટિવ કામ કરું.’
મુંબઈમાં પોતાની જર્ની વિશે કપિલ શર્માએ કહ્યું કે ‘મને આજે પણ યાદ છે હું જ્યારે મારા ફ્રેન્ડ્સ સાથે મુંબઈ આવ્યો હતો. હું જુહુ બીચ પર ફરતો હતો અને ડિરેક્ટર્સને શોધતો હતો જાણે કે તેમને કોઈ કામ જ ન હોય. ત્યારથી માંડીને વસ્તુસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. આ મુંબઈ છે. મારા જેવા સ્કૂટરવાળાને સ્ટેજ પર ઊભા રહેવાની અને લોકોને મનોરંજન પૂરું પાડવાની તક આપી છે. હું મુંબઈમાં એકદમ નવો હતો. હું અજાણ હતો કે મારી પાસે કઈ તક આવવાની છે. હું મુંબઈની ગલીઓમાં ફરતો હતો. હું હાલમાં જ્યાં છું એનું માત્ર સપનું જોતો હતો.’

television news kapil sharma entertainment news