હું સોશ્યલ મીડિયામાં કોઈ પ્રોડક્ટિવ કામ નથી કરી શકતો: રવિ દુબે

28 August, 2020 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું સોશ્યલ મીડિયામાં કોઈ પ્રોડક્ટિવ કામ નથી કરી શકતો: રવિ દુબે

રવિ દુબે

રવિ દુબેનું કહેવું છે કે તે જ્યારે સોશ્યલ મીડિયામાં બિઝી હોય ત્યારે તે પ્રોડક્ટિવ કામ નથી કરતો. ઇન્ટરનેટ પર વધુ સમય રહેવાથી તેની પ્રોડક્ટિવિટી ઘટી જાય છે. તેણે લૉકડાઉનમાં હૃષીકેશ મુખરજીની ફિલ્મો જોઈ છે. સોશ્યલ મીડિયા વિશે રવિ દુબેએ કહ્યું હતું કે ‘હું દરરોજ એમ વિચારતો હતો કે સોશ્યલ મીડિયાથી હટી જાઓ. જેમ એક શરાબીને દારૂની આદત લાગી જાય છે એ જ રીતે મને સોશ્યલ મીડિયાની ખરાબ ટેવ લાગી ગઈ છે. મને એવું પણ લાગી રહ્યું છે કે હું સોશ્યલ મીડિયામાં ખૂબ ઓછો પ્રોડક્ટિવ બની જાઉં છું. સોશ્યલ મીડિયા મારી પ્રોડક્ટિવિટીનો સમય ઘટાડી રહ્યો છે. હું હવેથી સોશ્યલ મીડિયામાં ઓછો સમય પસાર કરી રહ્યો છું. મારો ઇરાદો તો સોશ્યલ મીડિયાથી ડિસકનેક્ટ થવાનો છે. જોકે આ તો જરૂરી રાક્ષસ છે.’

entertainment news television news indian television ravi dubey social networking site