હમ લોગના ઍક્ટર્સનું રીયુનિયન

02 October, 2020 07:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હમ લોગના ઍક્ટર્સનું રીયુનિયન

હમ લોગના ઍક્ટર્સનું રીયુનિયન

દૂરદર્શન પર ૧૯૮૪માં ભારતની પહેલી ડ્રામા સિરીઝ રિલીઝ થઈ હતી જેનું નામ હતું ‘હમ લોગ.’ આ ફૅમિલી ડ્રામાના ચાર દિગ્ગજ કલાકારો સીમા પાહવા, મનોજ પાહવા, દિવ્યા સેઠ અને રાજેશ પુરી ‘ધ કપિલ શર્મા શો’નાં મહેમાન બનવાનાં છે. આશરે ૧૫૪ એપિસોડ સુધી ચાલેલી સિરીઝ ‘હમ લોગ’ને કારણે જ ભારતમાં સિરિયલોનો દોર શરૂ થયો હતો. સિરિયલમાં મધ્યમવર્ગીય એવા સંયુક્ત પરિવારના સભ્યોની રોજબરોજના સંઘર્ષ અને સપનાંની વાત કરવામાં આવી છે. આ શો મનોરંજન સાથે શિક્ષણ પણ પૂરું પાડતો હતો.

‘હમ લોગ’ મેક્સિકન ટીવી સિરીઝ ‘વેન કૉન્મિગો’થી પ્રેરિત હતી જેમાં એજ્યુકેશન પર ભાર મૂકવામાં આવ્યો હતો. જાણીતા પત્રકાર અને લેખક મનોહર શ્યામ જોશીએ આ સિરિયલ લખી હતી. કલાકારોની વાત કરીએ તો સીમા પાહવા, મનોજ પાહવા, દિવ્યા સેઠ અને રાજેશ પુરી ભારતીય સિનેમાનાં એયાં નામ છે જેમની અભિનયપ્રતિભાથી કોઈ અજાણ નથી. તેઓ ૧૯૮૪થી માંડીને અત્યાર સુધીની જર્ની, શૂટિંગનો અનુભવ અને મજેદાર કિસ્સાઓ દર્શકો સાથે શૅર કરવાનાં છે.

entertainment news indian television television news tv show the kapil sharma show