ભાઈ સાથે કામ કરવાનો અનુભવ કેવો છે સિદ્ધાર્થ નિગમનો?

13 April, 2021 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને ભાઈઓ વચ્ચે આખો દિવસ સિરિયલની જ વાતો થાય છે, ત્યાં સુધી કે ઘરે પણ બન્ને સીન્સનાં રિહર્સલ્સ કરે છે

ભાઈ સાથે કામ કરવાનો અનુભવ કેવો છે સિદ્ધાર્થ નિગમનો?

સબ ટીવીના શો ‘ગાયબ મોડ ઑન’માં લીડ સ્ટાર સિદ્ધાર્થ નિગમ સાથે તેનો ભાઈ અભિષેક નિગમ જોડાયો એ વાત તો હવે જૂની થઈ ગઈ છે, પણ નવી વાત એ છે કે સિદ્ધાર્થ અને અભિષેક બન્ને આખો દિવસ હવે સિરિયલ મોડ ઑન સાથે જ જીવે છે. સિદ્ધાર્થે કહ્યું કે ‘અમારી વચ્ચે બીજી કોઈ વાત ચાલતી નથી. અમે સિરિયલ અને સીન્સની જ વાતો કરતા હોઈએ છીએ. મને ખુશી છે કે અમે કામને લીધે હવે વધારે ને વધારે નજીક આવી રહ્યા છીએ અને અમે વધારે ને વધારે સાથે કામ કરીએ છીએ.’
સિદ્ધાર્થ અને અભિષેક બન્નેના કામનો ટોપિક પણ સિરિયલ જ હોય છે. બન્ને સવારે ઘરેથી નીકળે ત્યારથી લઈને છેક ઘરે પાછા પહોંચે ત્યાં સુધી સિરિયલ અને સીન્સની જ વાતો બન્ને વચ્ચે ચાલતી હોય છે. અરે, ઘરે જઈને ફ્રેશ થયા પછી પણ એ બન્ને સીન્સનાં રિહર્સલ્સ કરે અને આગલા દિવસની તૈયારી કરે.

television news entertainment news