અરવિંદ ત્રિવેદી કેવી રીતે રામાયણના રાવણ બન્યા હતા?

01 July, 2020 07:43 PM IST  |  Mumbai | Rashmin Shah

અરવિંદ ત્રિવેદી કેવી રીતે રામાયણના રાવણ બન્યા હતા?

એંસીના દસકામાં દેશભરમાં કરફ્યુનું વાતાવરણ ઊભું કરી દેનારી ‘રામાયણ’ના લંકેશનું કૅરૅક્ટર સૌથી પહેલું ફાઇનલ થયું હતું એનો ફોડ સિરિયલના રાઇટર-ડિરેક્ટર પ્રેમ સાગરે હમણાં છેક પાડ્યો. પ્રેમ સાગરે કહ્યું કે ‘અરવિંદ ત્રિવેદી જ રાવણ બનશે એવું મારા મારા ફાધર રામાનંદ સાગરે સૌથી પહેલાં નક્કી કરી લીધું હતું અને તેમને ફોન પર જાણ પણ કરી દીધી હતી.’

બન્યું એમાં એવું હતું કે સાગર-ફૅમિલી તો માત્ર ઉપેન્દ્ર ત્રિવેદીને જ ઓળખતું. એક ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરનારા રામાનંદ સાગરે એ ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદીને લીડ હીરો તરીકે લીધા ત્યારે નાના ભાઈને મળવા અરવિંદ ત્રિવેદી ફ્લોર પર આવ્યા અને એ પછી તેમને અને રામાનંદ સાગરને દોસ્તી થઈ ગઈ. આ દોસ્તીને લીધે જ અરવિંદ ત્રિવેદીને પહેલી હિન્દી ફિલ્મ ‘હમ તેરે આશિક હૈં’ મળી. હેમા માલિની એ ફિલ્મની લીડ ઍક્ટ્રેસ. પ્રેમ સાગરે આ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. સેટ પર અરવિંદ ત્રિવેદી જે રીતે શિવસ્તુતિ કરતા એ જોઈને રામાનંદ સાગર ભારોભાર પ્રભાવિત થયા હતાં, તો અરવિંદભાઈની પર્સનાલિટીથી પણ તેઓ જબરદસ્ત ઇમ્પ્રેસ. એ પછી વાત આવી ‘રામાયણ’ની ત્યારે રામાનંદ સાગરે પહેલે જ ઝાટકે કહી દીધું કે ‘લંકેશ કૌન બનેગા યે તય હૈ.’

અરવિંદ ત્રિવેદી ‘રામાયણ’માં માત્ર રાવણ નહોતા બન્યા, પણ તેઓ પોતાના ડાયલૉગ્સ પણ જાતે લખતા એવું પણ પ્રેમ સાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું.

entertainment news indian television television news ramayan