'સારેગામાપા'ના 25 વર્ષના સેલિબ્રેશનમાં ઘરથી પર્ફોર્મ કરશે હિમેશ રેશમિયા

07 May, 2020 08:08 PM IST  |  Mumbai

'સારેગામાપા'ના 25 વર્ષના સેલિબ્રેશનમાં ઘરથી પર્ફોર્મ કરશે હિમેશ રેશમિયા

ઇન્ડિયાનો સૌથી લાંબો ચાલી રહેલા નૉન-ફિક્શન રિયલિટી શો ‘સા રે ગા મા પા’ને 25 વર્ષ થતાં હિમેશ રેશમિયા તેના ઘરે બેઠાં એમાં ભાગ લેશે. ઝી-ટીવી પર આવતા આ શોની સિલ્વર જ્યુબિલીને બે રીતે ઊજવવામાં આવશે. 23 મેએ ઝી ટીવીના તમામ ડિજિટલ પ્લૅટફૉર્મ પર આ શોને લાઇવ-અ-થૉન દ્વારા 25 કલાક સુધી ઊજવવામાં આવશે, જેમાં 350 જેટલા પર્ફોર્મન્સ જોવા મળશે. આ કૉન્સર્ટને બીજા દિવસે એટલે કે 24 મેએ ઝી નેટવર્કની દરેક ચૅનલ પર દરેક ભાષામાં ‘એક દેશ એક રાગ’ દ્વારા રજૂ કરવામાં આવશે. આ શોમાં હિમેશની સાથે રિચા શર્મા અને જાવેદ અલી પણ તેમના ઘરેથી પર્ફોર્મન્સ આપશે. આ વિશે હિમેશે કહ્યું હતું કે ‘ઇન્ડિયામાં મ્યુઝિકલ શોમાં ‘સા રે ગા મા પા’ને સૌથી વધુ પ્રેમ કરવામાં આવ્યો છે. આ શોને 25 વર્ષ થયાં છે એ જાણીને હું સરપ્રાઇઝ નથી, કારણ કે હું જ છેલ્લાં પંદર વર્ષથી આ શો સાથે જોડાયેલો છું. આથી મારા માટે આ ખૂબ જ ખુશીની વાત છે કે હું સિલ્વર જ્યુબિલીમાં મારાઘરેથી પર્ફોર્મ કરી રહ્યો છું. મેં આ પહેલાં ક્યારેય 25 કલાકની લાઇવ-અ-થૉનમેગા કૉન્સર્ટ વિશે નથી સાંભળ્યું. કોરોના વાઇરસને કારણે લૉકડાઉન છે અને એથી જ હું ઇન્ડિયાના લોકો માટે પર્ફોર્મ કરવા ખૂબ જ આતુર છું.’

entertainment news indian television television news zee tv