આત્મનિર્ભર ફેશન શો!

21 May, 2020 09:50 PM IST  |  Mumbai | Nirali Dave

આત્મનિર્ભર ફેશન શો!

લૉકડાઉનને લીધે કંટાળેલા લોકો પણ કેટલા ક્રિએટીવ બની શકે છે તેના ઉદાહરણ સોશ્યલ મીડિયા પર જોઈ શકાય છે. ખાસ તો કલાકારો પોતાના ચાહકોના મનોરંજન માટે અવનવા પેંતરા કરી રહ્યા છે. ‘બિગ બોસ ૧૩’ની કન્ટેસ્ટન્ટ અને પંજાબી સિંગર હિમાંશી ખુરાનાએ ઘરમાં જ ફેશન શો યોજીને ફૅન્સને આશ્ચર્યમાં નાખી દીધા છે. હિમાંશીએ ‘ક્વૉરન્ટીન ફેશન શો ૨૦૨૦’ લખીને ઇન્ડિયન અને વેસ્ટર્ન આઉટફિટમાં રૅમ્પ વૉક કરતો વિડીયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. આ વિડીયોમાં હિમાંશીનો ભાઈ અને તેની મેનેજર વાહવાહી કરતાં જોવા મળ્યા હતા. હિમાંશીનો મોડેલ અવતાર જોઈને તેના ચાહકોએ પણ તેની પ્રશંસા કરી છે. ઘણા યુઝર્સે લખ્યું કે, ‘હિમાંશી વેસ્ટર્ન અને ઇન્ડિયન બંને આઉટફિટમાં સુંદર લાગે છે.’ તો એકે આ ક્વૉરન્ટીન ફેશન શોને ‘આત્મનિર્ભર ફેશન શો’ ગણાવ્યો હતો. જોકે ભવિષ્યમાં આવા અનેક આત્મનિર્ભર શો જોવા મળે તો હવે નવાઈ નહીં લાગે!

entertainment news indian television television news Bigg Boss 13