26 December, 2025 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
‘બિગ બૉસ’ની લેટેસ્ટ સીઝન જીતીને એનો વિજય માણી રહેલા ગૌરવ ખન્નાએ ગઈ કાલે પત્ની આકાંક્ષા ચમોલા સાથેની ક્રિસમસ-ડેટની રોમૅન્ટિક તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. નવેમ્બર ૨૦૧૬માં પરણેલા આ યુગલના લગ્નજીવનને ઑલમોસ્ટ એક દાયકો થઈ ગયો છે અને આજે પણ તેઓ નવાં-નવાં લવ-બર્ડ્સ જેવાં લાગે છે. ગૌરવ અને આકાંક્ષાએ આ ડિનર-ડેટ લોઅર પરેલની ફાઇવસ્ટાર હોટેલ સેન્ટ રીજિસમાં માણી હતી.