ગૌરવ ચોપડાએ શૅર કરી તેના દીકરાની એક ઝલક

20 September, 2020 04:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૌરવ ચોપડાએ શૅર કરી તેના દીકરાની એક ઝલક

તસવીસ સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

ગૌરવ ચોપડાએ ઇન્સ્ટાગ્રામ પર તેના બાળકનો ફોટો શૅર કર્યો છે. તેની વાઇફ હિતિશાએ ૧૪ સપ્ટેમ્બરે દીકરાને જન્મ આપ્યો છે. દીકરાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ગૌરવ ચોપડાએ કૅપ્શન આપી હતી કે ‘મેરે ઘર આયા એક નન્હા કુંવર... ચાંદની કે હસીન રથ પર સવાર... અમે અમારા આ ઍન્જલનું સ્વાગત કરી રહ્યા છીએ. જે મારી લાઇફમાં તપતી ધરતી પર કીમતી વરસાદ બનીને આવ્યો છે. મને લાગ્યું કે મારી આ લાગણીને તમારી સાથે શૅર કરું. એક મહિના પહેલાં જ મેં મારાં પેરન્ટ્સને ગુમાવ્યાં છે. એવું લાગી રહ્યું છે કે તેઓ અમારા બાળકને આશીર્વાદ આપી રહ્યાં છે.’

entertainment news television news indian television gaurav chopra