અફઘાનિસ્તાનના ઍરલિફ્ટ મિશન પરથી બનાવવામાં આવશે ‘ગરુડ’

16 September, 2021 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘આ એક પ્રેરણાત્મક અને દેશભક્તિ પર આધારિત ફિલ્મ છે જેમાં ભરપૂર ઇમોશન્સ છે. અમે આ સ્ટોરીને એક લાર્જ સ્કેલ પર બનાવવા માગીએ છીએ જેથી સ્ક્રિપ્ટને પૂરતો ન્યાય મળે.’

અફઘાનિસ્તાનના ઍરલિફ્ટ મિશન પરથી બનાવવામાં આવશે ‘ગરુડ’

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ઇન્ડિયન સૈનિકો દ્વારા ત્યાં રહેતા ભારતીયોને લાવવા માટે જે મિશન કરવામાં આવ્યું હતું એના પરથી હવે ‘ગરુડ’ ફિલ્મ બનવા જઈ રહી છે. ‘પરમાણુ’ અને ‘રોમિયો અકબર વૉલ્ટર’ જેવી ફિલ્મો બનાવનાર અજય કપૂર હવે સુભાષ કાળે સાથે મળીને આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. ‘રૉય’ અને ‘ઑલ ઇઝ વેલ’ બાદ અજય અને સુભાષ ફરી સાથે ‘ગરુડ’માં કામ કરશે. આ વિશે અજયે કહ્યું હતું કે ‘આ એક પ્રેરણાત્મક અને દેશભક્તિ પર આધારિત ફિલ્મ છે જેમાં ભરપૂર ઇમોશન્સ છે. અમે આ સ્ટોરીને એક લાર્જ સ્કેલ પર બનાવવા માગીએ છીએ જેથી સ્ક્રિપ્ટને પૂરતો ન્યાય મળે.’
અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય લોકોને ઇન્ડિયા લાવવા માટે ઇન્ડિયન ઍરફોર્સની ગરુડ કમાન્ડો ફોર્સના ઑફિસર દ્વારા આ મિશન કરવામાં આવ્યું હતું. એના પરથી પ્રેરિત થઈને એક ફિક્શન સ્ટોરી પર આધારિત આ ફિલ્મ રહેશે. આ વિશે સુભાષે કહ્યું હતું કે ‘મારા માટે ગરુડ ખૂબ જ સ્પેશ્યલ પ્રોજેક્ટ છે. આ ફિલ્મની સ્ટોરી પર હું કામ કરી રહ્યો છું અને મને ખુશી છે કે એ હવે ફાઇનલ થઈ ગઈ છે અને અજય કપૂર જેવા અદ્ભુત પ્રોડ્યુસર સાથે હું ફિલ્મ કરી રહ્યો છું.’
આ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ર​વિ બસરુર દ્વારા આપવામાં આવશે. ફિલ્મની કાસ્ટ હજી સુધી ફાઇનલ કરવામાં નથી આવી. આ ફિલ્મને આવતા વર્ષે પંદર ઑગસ્ટે રિલીઝ કરવામાં આવશે.

television news indian television afghanistan taliban