ગેમિંગ પૉર્ટલ નિમોટીવી હવે ઇન્ડિયામાં

29 May, 2020 07:08 PM IST  |  Mumbai | Rashmin Shah

ગેમિંગ પૉર્ટલ નિમોટીવી હવે ઇન્ડિયામાં

અત્યારે જ્યારે સૌકોઈ ઘેરબેઠાં સમય પસાર કેવી રીતે કરવો એની ગડમથલમાં છે ત્યારે ગેમિંગ પૉર્ટલ નિમોટીવી ઇન્ડિયામાં લૉન્ચ થયું છે. નિમોટીવી પર અઢળક ગેમ છે પણ સૌથી મોટી વાત એ છે કે લૉકડાઉન પિરિયડને ધ્યાનમાં રાખીને એશિયન માર્કેટને અટ્રૅક્ટ કરે એ પ્રકારની અનેક નવી ગેમ પણ પૉર્ટલ પર અપલોડ કરવામાં આવી છે.

વર્લ્ડની પૉપ્યુલર ગેમ ઉપરાંત ઇન્ડિયન સ્ટ્રીટ ગેમ્સ પણ દર્શાવતા નિમોટીવી પર કમ્યુનિટી ડેવલપ કરવાની અને કૅશ પ્રાઇઝ જીતવાની તક પણ આપવામાં આવે છે. નિમોટીવીએ માત્ર ગેમ્સ પર ધ્યાન આપવાને બદલે ઈ-સ્પોર્ટ્સ પર પણ એટલું જ ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. નિમોટીવીના માર્કેટિંગ અને બિઝનેસ મૅનેજર (ઇન્ડિયા) અહમદ મુખ્તિયાર કહે છે, ‘લૉકડાઉન પિરિયડમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટો ઉછાળો આવ્યો છે, પણ અમે માત્ર ગેમ-ઇન્ડસ્ટ્રી પર ધ્યાન આપવાને બદલે લોકોની માનસિકતા પણ ગેમિંગ વર્લ્ડ માટે બદલાય એના પર ધ્યાન આપવા માગીએ છીએ. નિમોટીવી પ્લૅટફૉર્મના માધ્યમથી અમે લોકોના શોખને તેમની લાઇફ બનાવવાનું કામ કરીશું.’

ઇન્ડિયામાં ઈ-સ્પોર્ટ્સનું પ્રમાણ ઓછું છે. નિમોટીવી ઈ-સ્પોર્ટ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાથી માંડીને ઇન્ટરનૅશનલ ઈ-સ્પોર્ટસ કૉમ્પિટિશન પણ ઇન્ડિયામાં આયોજિત કરશે.

entertainment news lockdown indian television television news Rashmin Shah