લલ્લી હો ગઈ ટલ્લી

24 November, 2020 06:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લલ્લી હો ગઈ ટલ્લી

કૉમેડિયન ભારતી સિંહનું નામ ડ્રગ્સમાં સંડોવાયું હોવાથી રાજુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે યુવા પેઢી તેને આદર્શ માને છે એવામાં તે કેવા પ્રકારનું ઉદાહરણ રજૂ કરી રહી છે. એમાં તેના હસબન્ડ હર્ષ લિંબાચિયાનું નામ પણ સમાયેલું છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો બન્નેની આ દિશામાં વધુ પૂછપરછ કરી રહી છે. તેમના ઘરે રેઇડ પાડવાથી ડ્રગ્સ મળી આવ્યું હતું. ભારતી સિંહની નિંદા કરતાં રાજુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ‘તે ખૂબ જ સરળ અને સ્વીટ હાર્ટેડ ગર્લ છે. એથી પોતાના કામ પર ધ્યાન આપવા માટે તેને ડ્રગ્સ લેવાની શું જરૂર પડી? ૪૦ વર્ષથી હું સ્ટૅન્ડ-અપ કૉમેડી કરું છું, પરંતુ મેં આજ સુધી કોઈ ડ્રગ્સ કે આલ્કોહૉલને સ્પર્શ નથી કર્યો. એના બંધાણી થવાથી કરીઅર બરબાદ થઈ શકે છે. સૌથી મોટા સુપરસ્ટાર રાજેશ ખન્નાનું ઉદાહરણ લઈએ તો આલ્કોહૉલને કારણે ૭-૮ વર્ષમાં જ તેમની કરીઅર ખરાબ થઈ ગઈ હતી. તો અન્ય સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને જોઈએ તો આજે ૭૮ વર્ષે પણ તેઓ સ્ટ્રૉન્ગ છે. તેમણે આલ્કોહૉલને સ્પર્શ નથી કર્યો. એક મહાન કૉમેડિયન કેશ્ટો મુખરજીએ દરેક ફિલ્મમાં શરાબીનો જ રોલ કર્યો છે, પરંતુ તેમણે દારૂનું સેવન કદી પણ નહોતું કર્યું. આપણે આ બધા પાસેથી શીખવાની જરૂર છે. ભારતીએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે યુવા પેઢી તેને પોતાની આદર્શ માને છે. ગાંજો રાખીને તે સમાજમાં કેવા પ્રકારનું ઉદાહરણ કાયમ કરવા માગે છે. આશા રાખીએ તેની કરીઅરનો ધુમાડો ન થાય. આ તો એવુ થયું જાણે કે લલ્લી હો ગઈ ટલ્લી.’

indian television television news bharti singh raju shrivastav entertainment news