18 August, 2023 03:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉલ્ફિન દુબે
ડૉલ્ફિન દુબેનું કહેવું છે કે ‘ક્યૂંકિ... સાસ માં, બહૂ, બેટી હોતી હૈ’માં મારા ઓપિનિયનને કારણે ઘણા કૉન્ફ્લિક્ટ ઊભા થતા જોવા મળશે. ઝીટીવી પર આ શો બહુ જલદી પ્રીમિયર થવા જઈ રહ્યો છે, જેમાં તે હેતલનું પાત્ર ભજવી રહી છે. આ શોમાં પાલનપુરના ગુજરાતી ફૅમિલીની સ્ટોરી કરવામાં આવી છે. હેતલ નાની વહુ હોય છે અને તે તેની ફૅમિલીથી અલગ થવા માગતી હોય છે. આથી ઘરની મોટી વહુ અંબિકાને ખૂબ જ દુઃખ તાય છે. તેના માટે ફૅમિલી સૌથી મહત્ત્વની હોય છે અને તે બધાને એકસાથે રાખવા માગતી હોય છે. હેતલ અને અંબિકાના વિચારો એકદમ અલગ હોય છે અને એથી જ ફૅમિલી અલગ થવા માગતી હોય છે. હેતલ નાની હોય છે, પરંતુ તેનું માનવું હોય છે કે ફૅમિલીની જે પણ મિલકત છે એમાં દરેકનો એકસરખો અધિકાર હોય છે. હેતલને લાગે છે કે તેને ફૅમિલીમાં એક વહુ તરીકે જ જોવામાં આવે છે, દીકરી તરીકે નહીં. આ વિશે વાત કરતાં ડૉલ્ફિન દુબે કહે છે કે ‘આ શો દર્શકો માટે એક ફ્રેશ કન્સેપ્ટ લઈને આવ્યો છે અને એમાં કામ કરવાની મને ખુશી છે. મારું પાત્ર રાજગોર ફૅમિલીના અન્ય પાત્ર કરતાં એકદમ અલગ છે. તેના ઓપિનિયન અને આઇડિયાને કારણે તેના ઘરમાં ઘણા વિવાદ થાય છે, જેમાં તેના પતિનો પણ સમાવેશ થાય છે. હેતલ એકદમ સેલ્ફ-સેન્ટર્ડ છે અને તેના માટે સૌથી પહેલાં તે આવે છે. હું ખૂબ જ ઇમોશનલ વ્યક્તિ છું, પરંતુ મારું આ પાત્ર એકદમ અલગ છે. મારા માટે આ ચૅલેન્જિંગ છે, પરંતુ હું મારું સો ટકા આપી રહી છું.’