દિવ્યાંકા અને કરણ ફરી પાછા એકસાથે સ્ટાર પરિવાર કરેગા વેલકમ ૨૦૨૧માં

23 December, 2020 04:02 PM IST  |  Mumbai | Rashmin Shah

દિવ્યાંકા અને કરણ ફરી પાછા એકસાથે સ્ટાર પરિવાર કરેગા વેલકમ ૨૦૨૧માં

દિવ્યાંકા અને કરણ

રવિવારે રાતે ૮ વાગ્યે સ્ટાર પ્લસ પર રિલીઝ થનારા શો ‘સ્ટાર પરિવાર કરેગા વેલકમ ૨૦૨૧’માં ટીવી-ઇન્ડસ્ટ્રીની સુપરહિટ પૅર દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલ સાથે જોવા મળશે. આ જ પૅર સાથે મોહસીન ખાન અને શિવાંગી જોશી પણ પર્ફોર્મ કરશે. મોહસીન અને શિવાંગી હૃતિક રોશનનું પૉપ્યુલર ગીત ‘ઘૂંઘરુ...’ પર પર્ફોર્મ કરશે, તો કરણ અને દ‌િવ્યાંકા  ફિલ્મ ‘લક્ષ્મી’ના સુપરહિટ સૉન્ગ ‘બુર્જ ખલીફા’ ગીત પર પર્ફોર્મ કરશે. ઇશિતા અને રમણ તરીકે પૉપ્યુલર થયેલી આ પૅર આજે પણ ટીવી ઑડિયન્સમાં પૉપ્યુલર છે. બન્નેની કેમિસ્ટ્રી ફૅન્સને બહુ પસંદ આવી હતી અને એટલે જ સ્ટાર પ્લસ આ પૉપ્યુલર પૅરને સાથે લાવી રહી છે.

entertainment news indian television television news tv show star plus divyanka tripathi karan patel