05 March, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દીપિકા કક્કડ અને શોએબ ઈબ્રાહિમ (તસ્વીર: સોશિયલ મીડિયા)
ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલ, દીપિકા કક્કડ અને શોએબ ઈબ્રાહિમ તાજેતરમાં તેમની છૂટાછેડાની અફવાઓને લઈને ચર્ચામાં આવી ગયા છે. દીપિકા અને શોએબ ટેલિવિઝન શો `સસુરાલ સિમર કા`ના સેટ પર મળ્યા હતા, જ્યાંથી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. વર્ષ 2018માં બંનેએ લગ્ન કર્યા હતા. લગ્ન પછી, બંનેએ યૂટ્યુબ પર વ્લૉગિંગ શરુ કરી અને તેમના ફૅન્સને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે અપડેટ્સ આપતા રહ્યા. પરંતુ તાજેતરમાં આ દંપતીના સંબંધો બગડી રહ્યા હોય એવી અફવાઓ શરૂ થઈ છે. અફવાઓ છે કે દીપિકા કક્કડ અને શોએબ ઈબ્રાહિમ વચ્ચે સબંધો બરાબર નથી અને તેમણે અલગ થવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચા છે.
છૂટાછેડાની અફવાઓ પર શોએબ ઈબ્રાહિમની પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર દીપિકા અને શોએબના છૂટાછેડાની અફવાઓ વાયરલ થઈ રહી છે. શોએબ ઈબ્રાહિમે એક વ્લૉગમાં આ અફવા અંગે રમૂજી અંદાજમાં પ્રતિક્રિયા આપી. તેણે દીપિકાને કહ્યું, "તમે મને કેમ નહોતું કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં એક વધુ લગ્ન તૂટી રહ્યા છે અને એ આપણા છે!" આ બોલીને શોએબ હસવા લાગ્યો. દીપિકા પણ મજાકમાં બોલી, "હું કેમ તને કહું? હું બધું ચુપચાપ કરીશ." આ દરમિયાન, શોએબે આ વાત તેના પરિવારને પણ કહી અને મજાકમાં કહ્યું, "રમઝાનનો મહિનો પૂરો થવા દો, પછી બધું કરીશું." આ મજાક સાંભળીને તેના પરિવારના સભ્યો હસવા લાગ્યા. આ વીડિયો દ્વારા શોએબે જણાવી દીધું કે આ અફવાઓ સાચી નથી અને ફૅન્સે ખોટા સમાચાર પર વિશ્વાસ ન કરવો જોઈએ.
દીપિકા-શોએબના લગ્ન અને પરિવાર
દીપિકા અને શોએબના લગ્ન 2018માં થયા હતા અને 2023માં તેમને એક પુત્ર થયો, જેનું નામ તેમણે `રૂહાન` રાખ્યું. બંને પોતાનાં યૂટ્યુબ વ્લૉગ્સ દ્વારા જીવનના મહત્વના પળો ફૅન્સ સાથે શૅર કરતા રહે છે. તેમના વીડિયોઝ લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે અને લાખો વ્યૂઝ મેળવે છે.
વર્ક ફ્રન્ટ પર શોએબ અને દીપિકા
કારકિર્દી અંગે વાત કરીએ તો, દીપિકા કક્કડ થોડા સમય પહેલા રિયાલિટી શો `સેલિબ્રિટી માસ્ટર શૅફ`માં જોવા મળી હતી, પરંતુ તબિયત ખરાબ હોવાથી થોડા અઠવાડિયામાં જ બહાર થઈ ગઈ. બીજી તરફ, શોએબ ઈબ્રાહિમ છેલ્લે `ઝલક દિખલાજા 11`માં દેખાયો હતો, જ્યાં તે જીતી શક્યો નહીં. હાલમાં તેના આગામી પ્રોજેક્ટ્સ અંગે ફૅન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
છૂટાછેડાની અફવાઓ પર દીપિકા-શોએબે શું કહ્યું?
શોએબ ઈબ્રાહિમે લોકોને અપીલ કરતા કહ્યું કે ખોટા સમાચારો ન ફેલાવવા જોઈએ. તેના અને દીપિકા વચ્ચે બધું જ ઠીક છે અને આ અફવાઓ પર વિશ્વાસ ન કરવો. આ નિવેદન સાથે, શોએબ અને દીપિકા બંનેએ સાબિત કરી દીધું કે તેઓ એક સાથે ખુશ છે અને છૂટાછેડાની કોઈ વાત નથી.