હવે 'રામાયણ' બને તો સીતા-લક્ષ્ણમને ભજવવો છે આ રોલ, વાંચીને ચોંકી જશો

11 May, 2020 06:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે 'રામાયણ' બને તો સીતા-લક્ષ્ણમને ભજવવો છે આ રોલ, વાંચીને ચોંકી જશો

રામ, સીતા અને લક્ષ્મણ

આખા દેશમાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે, ત્યારે આજે બધા પોતાના ઘરમા કેદ છે. સરકારે લૉકડાઉનની અવધિ 17 મે સુધી વધારી દીધી છે. ત્યારે લોકોના મનોરંજન માટે દૂરદર્શન પર વર્ષ 1987ની રામાનંદ સાગરની રામાયણ સીરિયલની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ ઉત્તર રામાયણની શરૂઆત થઈ હતી. ઉત્તર રામાયણમાં લવ-કુશના જીવન પર આધારિત વાર્તા દર્શાવવામાં આવી હતી. 33 વર્ષ પહેલાની વાત કરીએ તો રામાયણ જોવા માટે રસ્તા સૂમસામ થઈ જતા. બધા પોતાના ઘરે સીરિયલ ચાલુ થવા પહેલા બેસી જતા હતા. આ સીરિયલે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. સાથે આ સીરિયલના કલાકારોને વાસ્તવિક જીવનમાં પણ ભગવાન જેવું જસમ્માન આપવામાં આવતુ હતું. હવે રામાયણ સોમવારથી રવિવાર દરરોજ સાંજે 7:30 વાગ્યે સ્ટાર પ્લસ પર ચાલુ થઈ ગઈ છે.

હાલમાં એક ઈન્ટરવન્યૂમાં સીતા અને લક્ષ્મણનું પાત્ર ભજવનારા કલાકારોને પૂછવામાં આવ્યું હતું કે જો તક આપવામાં આવે તો તેઓ રામાયણમાં કઈ ભૂમિકા ભજવશે?. એમનો જવાબ આશ્ચર્યજનક હતો. 'રામાયણ'માં 'લક્ષ્મણ' અને 'સીતા'ની ભૂમિકા ભજવનારા સ્ટાર્સ સુનીલ લહરી અને દીપિકા ચિખલિયાએ ખુલાસો કર્યો છે કે, જો હવે તેમને રામાયણમાં ભૂમિકા ભજવવાની તક મળે તો તે વિરુદ્ધ ભૂમિકા ભજવશે.

સુનીલ લહરીએ 'રાવણ'ની ભૂમિકા ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી છે, ત્યારે દીપિકા ચિખલિયાએ કહ્યું કે તેમને પ્રભુ શ્રી રામની સાવકી માતા 'કૈકેયી'ની ભૂમિકા ભજવવી છે, જેમણે એમને 14 વર્ષનો વનવાસ આપ્યો હતો. એમનું કહેવું હતું કે નકારાત્મક પાત્ર તેમની કારકિર્દી માટે એક અલગ અનુભવ હશે અને તે આ ભૂમિકા ભજવશે જેથી એક કલાકાર તરીકે તેણીને તેના પાત્રની શોધખોળ કરવાની સારી તક મળે.

તે જ સમયે, 'રામાયણ'માં 'લક્ષ્મણ'ની ભૂમિકા ભજવનારા સુનિલ લહિરીએ કહ્યું કે, જો તેમને અન્ય પાત્ર ભજવવાની પસંદગી હોત, તો તે રાવણની ભૂમિકા હોત, કારણકે એમનું માનવું છે કે આ પાત્રના અલગ-અલગ શેડ્સ છે, તેમની પાસે કરવા માટે ઘણી વિવિધતાઓ રહેશે.

આ પણ જુઓ : રામાયણના 'કુશ'નો અત્યારનો લૂક જોયો? લવમાં પડી જશો આ ફેમસ એક્ટરના

જણાવી દઈએ કે લૉકડાઉન શરૂ થતા જ રામાયણનું રી-ટેલિકાસ્ટ પણ શરૂ થઈ ગયું હતું. જોકે હવે આ શૉ દૂરદર્શન પર સમાપ્ત થઈ ગયો છે, પણ સ્ટાર પ્લસ ચેનલ પર ફરીથી તમે સાંજે સાડા સાત વાગ્યે જોઈ શકો છો. દૂરદર્શન પર ચાલેલા આ શૉની ટીઆરપી નંબર વન પર રહી હતી. એટલું જ નહી 16 એપ્રિલે 7.7 કરોડ યૂઝર્સની સાથે આ વિશ્વનો સૌથી વધુ જોવાયેલ નંબર વન શૉ રહ્યો હતો.

ramayan television news entertainment news