'રામાયણ'ની સીતાનો મોદી અને અડવાણી સાથેનો ફોટો વાયરલ, જાણો શું છે કારણ

15 April, 2020 07:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'રામાયણ'ની સીતાનો મોદી અને અડવાણી સાથેનો ફોટો વાયરલ, જાણો શું છે કારણ

'રામાયણ'ની સીતા મૈયાએ મોદી અને અડવાણી સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી

રામાનંદ સાગરના રામાયણે લોકોના દિલ પર એવી છાપ છોડી છે કે આજે પણ એના પાત્રો લોકોના દિલમાં વસી ગયા છે. લૉકડાઉન દરમિયાન એકવાર ફરીથી આ શૉ ચર્ચાનો વિષય બની ગયો છે. આ શૉમાં અરુણ ગોવિલ હોય કે સીતાનું પાત્ર ભજવનારી દીપિકા ચિખલિયા કે અથવા લક્ષ્મણનો રોલ ભજવનારા સુનીલ લહરી. પરંતુ હાલમાં જ રામાયણમાં સીતાનો પાત્ર ભજવાનારી દીપિકા ચિખલિયાની એક તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી સાથે બેસેલી નજરે ચડે છે. દીપિકાએ આ તસવીર પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શૅર કરી છે, જે લોકોને ઘણી પસંદ પણ આવી રહી છે.

 

 

દીપિકાએ ફોટો શૅર કરતા એમાં લખ્યું છે કે આ ફોટો ત્યારની છે જ્યારે તેઓ વડોદરાથી ચૂંટણી લડ્યા હતા.આ ફોટોને પોસ્ટ કરતા દીપિકાએ લખ્યું, આ એક જૂની તસવીર જ્યારે હું બરોડા, જેને હવે વડોદરા કહેવામાં આવે છે ત્યાંથી ચૂંટણી લડી હતા. મારી સાથે પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને ઈન્ચાર્જ નલિન ભટ્ટ છે. પોતાની આ ફોટોનાને પોસ્ટ કરતા દીપિકાએ પીએમ નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે. એ સિવાય દીપિકા ચિખલિયાએ રામાયણના શૂટિંગના સમયની બીજી તસવીર પણ શૅર કરી છે.

 

દીપિકા ચિખલિયા રામાયણમાં રાવણના પાત્રમાં જોવા મળેલા રાવણ એટલે અરવિંદ ત્રિવેદી સાથે નજર આવી રહી છે. આ ફોટોને પોસ્ટ કરતા દીપિકાએ જણાવ્યું કે તેઓ પહેલી વાર સંસદમાં લંકેશ એટલે અરવિંદ ત્રિવેદી સાથે દેખાઈ રહી હતી.

આ પણ જુઓ : Deepika Chikhalia: 'રામાયણ'ની સીતા મૈયા અત્યારે કેવું જીવન જીવે છે, જુઓ તસવીરો 

ખાસ વાત તો એ છે કે એમને જોવા અને તસવીર લેવા ચારેતરફ લોકોની ભીડ ઉમઠી હતી, સાથે દીપિકા ચિખલિયાને કેપ્શનમાં લખ્યું, હું અને લંકેશ સંસદ ભવનમાં પહેલીવાર પહોંચ્યા હતા. 

ramayan narendra modi l k advani television news tv show