તારક મહેતા...ના રિપીટ ટેલિકાસ્ટ જોઈને જેઠાલાલ આનંદ ઉઠાવી રહ્યા છે

30 March, 2020 05:20 PM IST  |  Ahmedabad

તારક મહેતા...ના રિપીટ ટેલિકાસ્ટ જોઈને જેઠાલાલ આનંદ ઉઠાવી રહ્યા છે

કોરોના વાઇરસના કારણે વિશ્વના કેટલાય દેશો રિતસરના ઠપ પડ્યા છે. એમાં ભારત પણ આવી ગયું. તમામ ફિલ્મ, સીરીયલ તથા વેબ-સિરીઝના શૂટિંગ અટકી પડ્યા છે. એવામાં દર્શકોને હવે ૩૧મી માર્ચ પછી ટીવી પર આવતી સીરીયલોના રિપીટ ટેલિકાસ્ટ જોવા પડશે. એટલે જ ઝીટીવી પર અલ્ટ બાલાજીની વેબ-સિરીઝ અને દુરદર્શન પર રામાયણ, મહાભારત, સર્કસ સહિતની સિરીયલોનું ટેલિકાસ્ટ શરૂ થઈ ચૂક્યું છે.

દર્શકોની સાથે કલાકારો પણ પોતાના ઘરમાં કેદ છે. સબ ટીવીની અત્યંત જાણીતી સિરીયલ ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’માં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી ખુદ ‘તારક મહેતા...’ના જૂના એપિસોડ ટીવી પર જોઈને સામાન્ય દર્શકની જેમ શોનો આનંદ ઉઠાવી રહ્યા છે!

દિલીપ જોશીએ કહ્યું કે, ‘કોરોનાથી બચવા માટેનો એક જ ઉપાય છે કે સરકારના હવેના નિર્દેશ સુધી પોતાના ઘરમાં રહીએ. અત્યારે હું ઘરમાં રહીને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છું, જે શૂટિંગ દરમ્યાન નહોતો કરી શક્તો. એક સામાન્ય દર્શકની જેમ ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ જોઈ રહ્યો છું અને સાચું કહું તો પોતાને ‘જેઠાલાલ’ તરીકે જોવાની બહુ જ મજા આવે છે. 

તેમણે વાતચીતમાં વધુમાં અેમ પણ કહ્યું હતું કે, ‘આપણે બધા પરિવાર સાથે રજાઓ લઈને ખાસ બહાર જતા હતા, હવે તો ઘરે જ પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળી છે. તેનો ઉપયોગ કરે. પોતાને ફિટ રાખવા માટે હું ઘરે નિયમિત યોગ કરું છું.’

taarak mehta ka ooltah chashmah dilip joshi television news entertainment news covid19 coronavirus