દીકરી વ્હાલનો દરિયો ફેમ નેહા હવે જોવા મળશે આ ગરબા કવર સોન્ગમાં

15 October, 2020 09:52 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

દીકરી વ્હાલનો દરિયો ફેમ નેહા હવે જોવા મળશે આ ગરબા કવર સોન્ગમાં

દીકરી વ્હાલનો દરિયો ફેમ નેહા હવે જોવા મળશે આ ગરબા કવર સોન્ગમાં

નેહા ઉદાણી દીકરી વ્હાલનો દરિયોમાં સેજલ ભટ્ટની પાત્રમાં જોવા મળી હતી, હાલ અભિનેત્રી સાંઇ સીરિયલમાં જોવા મળે છે. ગુજરાતી મિડડે ડૉટ કૉમ સાથેની અગાઉની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમને ગરબાનો ખૂબ જ શોખ છે અભિનેત્રી ખૂબ જ સારું નૃત્ય જાણે છે અને નવરાત્રીમાં ગરબા રમવામાં અનેક ઇનામો પણ મેળવ્યા છે પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે આ વર્ષે નવરાત્રિ નહીં થાય તે કારણે અનેક ખેલૈયાઓ દુઃખી છે, નેહામાં પણ એ જ ખેલૈયાનો જીવ છે અને એટલે જ નેહાને હવે આ વર્ષે નવરાત્રીમાં ઑનગ્રાઉન્ડ ભલે રમવા ન મળે પણ તે નવરાત્રીનો ઉત્સાહ ઓછો ન થાય તે માટે આ ગીત સાથે પોતાના ચાહકો માટે સરપ્રાઇઝ લઈને આવી રહી છે.

કોરોના મહામારીને કારણે આ વર્ષે ગુજરાતમાં પણ નવરાત્રીનો રંગ ફિક્કો પડતો જોવો ન પડે એટલે કેટલાક ખેલૈયાઓ સાથે મળીને જય રાઠોડ, નેહા ઉદાણી અને મેઘા ગોસ્વામી, અમિત ત્રિવેદીનું ગીત વેરાણા ચોકમાં લઈને આવી રહ્યા છે. આ ગીતનો આઇડિયા અને ડિરેક્શન નેહા ઉદાણીએ કર્યું છે. જ્યારે DOP જય રાઠોડ છે અને મેઘા ગોસ્વામી ગીતના ક્રિએટિવ ડિરેક્ટર છે. સાડા ત્રણથી ચાર મિનિટના આ ગીતનું શૂટ લૉકડાઉન ખુલી ગયા પછી સરકારી ગાઇડલાઇન્સ ફૉલો કરવાની સાથે સાવચેતીઓ રાખીને કરવામાં આવ્યું છે. બે દિવસમાં આ ગીતનું શૂટ પૂરું કરી દેવામાં આવ્યું.

16 ઑક્ટોબર 2020ના રોજ આ ગીત રિલીઝ કરી દેવામાં આવશે. આ ગીતમાં ઘણાં લોકો જોવા મળશે પણ તે બધાં જ નવા ચહેરા હશે.

gujarati film television news entertainment news