દયાભાભીનો આ લુક જોયો?

08 November, 2020 07:43 AM IST  |  Rajkot | Rashmin Shah

દયાભાભીનો આ લુક જોયો?

દિશા વાકાણી

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ જેમના વિના અધૂરા લાગે છે એ દયાભાભી એટલે કે દિશા વાકાણી સિરિયલમાં પાછાં ફરે છે એવી વાતો થોડા-થોડા સમયે ઊડ્યા કરે છે, પણ તેમનાં આવવાનાં કોઈ એંધાણ દેખાતાં નથી. જોકે એ પાછાં સિ‌રિયલમાં ન આવે એ માટેનાં અનેક કારણો પૈકીનું એક કારણ આપોઆપ સામે આવી ગયું છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મયૂર પડિયા સાથે મૅરેજ કર્યા પછી સિરિયલ છોડી દેનાર દ‌િશા વાકાણી-પડિયાએ સિરિયલ છોડી એ સમયે હતું એના કરતાં અત્યારે ઑલમોસ્ટ ડબલ વેઇટ થઈ ગયું છે. જોકે તેની ક્યુટનેસ આજે પણ અકબંધ છે એમાં કોઈ બેમત નથી.

મોટા ભાગે મીડિયાથી દૂર રહેતી દિશા વાકાણીએ મુંબઈમાં યોજાયેલા એક સ્કૂલ-ફંક્શન માટે સ્પીચ આપી હતી. એ સ્પીચ સમયે વિડિયો ઊતરી ગયો અને ‌દિશા વાકાણીનો કરન્ટ લુક સૌકોઈની સામે આવી ગયો. આ વિડિયોમાં દિશા વાકાણી પોતાની વાત તો કહે જ છે, પણ સાથોસાથ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની દયાભાભીની સ્ટાઇલમાં ડાયલૉગ્સ પણ બોલે છે અને તેણે ફાફડા-જલેબી પણ યાદ કર્યાં હતાં.

દિશા વાકાણીએ નવેમ્બર ૨૦૧પમાં મૅરેજ કર્યાં અને એ સમયથી તે ઑફઍર છે, પણ એમ છતાં આજે પણ તેના રિપ્લેસમેન્ટની વાતોને કારણે ન્યુઝમાં અકબંધ સતત ચમક્યા કરે છે. જોકે હજી આ વિશે કોઈ નિર્ણય નથી લેવાયો.

taarak mehta ka ooltah chashmah dilip joshi entertainment news indian television television news tv show Rashmin Shah