કરણ અને પ્રીતા બન્યાં કોરિયોગ્રાફર

12 October, 2020 06:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરણ અને પ્રીતા બન્યાં કોરિયોગ્રાફર

ધીરજ ધૂપર અને શ્રદ્ધા આર્ય

ઝી ટીવીના શો ‘કુંડલી ભાગ્ય’માં દર્શકોને કરણ (ધીરજ ધૂપર) અને પ્રીતા (શ્રદ્ધા આર્ય)ની કેમિસ્ટ્રી ઘણી ગમી છે. હાલ શોમાં કરણ અને પ્રીતાનાં લગ્નનું નાટક રચાયું છે અને પાવન (અંકિત ગુપ્તા) તેમ જ માહિરા (સ્વાતિ કપૂર) કરણ અને પ્રીતાને અલગ કરવા મચી પડ્યાં છે. કરણ અને પ્રીતા કઈ રીતે એક થશે એ તો સમય કહેશે પણ આવનારા એપિસોડમાં તેમનો રોમૅન્ટિક ડાન્સ દર્શકોને રીઝવવાનો છે. ધીરજ ધૂપર અને શ્રદ્ધા આર્ય ‘આપ હમારી જાન બન ગએ’ ગીત પર ડાન્સ કરતાં જોવા મળશે અને આ ડાન્સ તેમણે ક્રીએટીવ ટીમની મદદથી જાતે જ તૈયાર કર્યો છે.

શ્રદ્ધા કહે છે કે ‘અમે આ ડાન્સ સીક્વન્સ શૂટ કરવા માટે બહુ ઉત્સાહિત હતા, કારણ કે અમને ખબર છે કે દર્શકોને કરણ અને પ્રીતાની જોડી કેટલી બધી ગમે છે. હાલના ટ્રૅક મુજબ તો માહિરા પોતાનો બદલો વાળી રહી છે એટલે કરણ અને પ્રીતાનો ડાન્સ જોઈને દર્શકોને રાહત થશે. મેં અને ધીરજે આ ડાન્સ માટે બહુ રિહર્સલ નથી કર્યાં. અમે બસ ગીતના શબ્દો સાથે ફ્લોમાં ડાન્સ કરતાં ગયાં અને અમારી જેમ દર્શકો પણ આ ડાન્સ એન્જૉય કરશે.’

entertainment news indian television television news tv show zee tv