‘કુકી’ માટે જર્નલિસ્ટ બની દેવોલીના ભટ્ટાચાર્જી

16 June, 2022 07:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેવોલીના ભટ્ટાચાર્જી તેની આગામી ફિલ્મ ‘કુકી’ માટે જર્નલિસ્ટ બની છે.

દેવોલીના ભટ્ટાચાર્જી

દેવોલીના ભટ્ટાચાર્જી તેની આગામી ફિલ્મ ‘કુકી’ માટે જર્નલિસ્ટ બની છે. આ ફિલ્મને પ્રણવ જે. ડેકા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. દેવોલીના હાલમાં ‘સાથ નિભાના સાથિયા 2’​માં જોવા 
મળી રહી છે. આ વિશે વાત કરતાં દેવોલીનાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મનો 
પાર્ટ બનવા માટે હું ખૂબ જ ઉત્સાહી છું. 
હું આ શોમાં નવનીતા સેનના પાત્રમાં જોવા મળીશ જે જર્નલિસ્ટ હોય છે. હું પહેલી વાર જર્નલિસ્ટનું પાત્ર ભજવી રહી છું. આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ કૅરૅક્ટર છે. આ ફિલ્મમાં મારા દર્શકોને હું નવા રૂપમાં જોવા મળીશ.
આ ફિલ્મની સ્ટોરી એક રેપ વિક્ટિમ પર આધારિત છે. જર્નલિસ્ટની હું હંમેશાં આભારી રહી છું. મારું માનવું છે કે આપણી સોસાયટીના તેઓ ખૂબ જ મહત્ત્વના મેમ્બર્સ છે. તેઓ આપણને હંમેશાં એજ્યુકેટ અને અપડેટેડ રાખે છે. મને ઘણી વાર લાગ્યું છે કે રેપ વિ​ક્ટિમ માટે કેસ જીતવા અને તેને ન્યાય મળે એ માટે જર્નલિસ્ટ મહત્ત્વનું પાત્ર ભજવે છે. આ પ્રોફેશન ખૂબ જ જવાબદારી સાથે આવે છે આથી મારું માનવું છે કે દરેક વ્યક્તિએ તેમના કામને લઈને લૉયલ રહેવું જરૂરી છે.’

television news devoleena bhattacharjee