28 February, 2026 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુહી, દિવિજ અગ્રવાલ
લોકપ્રિય ટીવીસિરિયલ ‘રામાયણ’માં સીતામાતાનો રોલ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર દીપિકા ચીખલિયાની મોટી દીકરી જુહીનાં હાલમાં લગ્ન થયાં છે. દીપિકાએ સોશ્યલ મીડિયા પર દીકરી અને જમાઈની લગ્નની તસવીર શૅર કરીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. જુહીનો પતિ દિવિજ અગ્રવાલ બહુ જ પ્રાઇવેટ પર્સન છે એટલે તેના વિશે ખાસ માહિતી ઉપલબ્ધ નથી અને તેનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ પણ પ્રાઇવેટ છે.
દીપિકા ચીખલિયાએ ૧૯૯૧માં બિઝનેસમૅન હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી તેમણે પોતાના પરિવાર-જીવન પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. દીપિકા અને હેમંતને જુહી અને નિધિ નામની બે દીકરીઓ છે. આમાંથી મોટી દીકરી જુહી તેના પિતાના વ્યવસાયને આગળ વધારી રહી છે, જ્યારે બીજી દીકરી નિધિ વ્યવસાયે મેકઅપ આર્ટિસ્ટ તરીકે કાર્યરત છે. બન્ને દીકરીઓ પોતાના ક્ષેત્રમાં સક્રિય અને સફળ છે.