પોતાનાં કામને પ્રેમ કરવાથી સફળતા અચુક મળે છે: દીપક ડોબરિયાલ

03 October, 2020 06:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાનાં કામને પ્રેમ કરવાથી સફળતા અચુક મળે છે: દીપક ડોબરિયાલ

દીપક ડોબરિયાલ

દીપક ડોબરિયાલનું કહેવું છે કે જો પોતાનાં કામને પ્રેમ કરવામાં આવે તો સફળતા જરૂરથી મળે છે. તેણે હાલમાં જ લોકડાઉન દરમ્યાન ‘આફત-એ-ઇશ્ક’નું શૂટિંગ કર્યું હતું. એ ફિલ્મનો ક્લેપબૉર્ડ ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને દીપકે કેપ્શન આપી હતી કે ‘વિચારધારા સકારાત્મક હોય અને તમે તમારા કામને પ્રેમ કરતા હો તો તમે કઠીણ પરિસ્થિતિમાં પણ પોતાનાં ધ્યેયને પ્રાપ્ત કરી શકો છો. એનું સૌથી મોટુ ઉદાહરણ છે ‘આફત-એ-ઇશ્ક’. શૂટિંગ ક્યારે શરૂ થશે? કામ કરી શકીશું કે નહીં? આ બેચેનીથી પૂરી ઇન્ડસ્ટ્રી ત્રસ્ત હતી, કેમ કે કોરોના અને એનો ડર બધી બાજુએ ફેલાયેલો હતો. જોકે અમારી ટીમે સાહસ દેખાડ્યુ અને અમે કોરોનાનાં વાતાવરણમાં ઘુસીને શૂટિંગ કરી આવ્યા. કારણ છે અમારી ટીમ. પૂરી સતર્કતાની સાથે સાફસફાઈ અને માસ્ક સાથે તેમણે એકબીજાથી દૂરી બનાવી રાખી હતી. એકબીજાનું ધ્યાન રાખી તેમણે સહયોગ આપ્યો હતો. Zee સ્ટૂડિયોઝ અને Zee5ની પૂરી ટીમને મારા તરફથી આભાર અને સલામ કે તેમણે મને આ ફિલ્મમાં કામ કરવાની તક આપી. ખૂબ ખૂબ અભિનંદન. ખરેખર આ નવી શરૂઆત હતી.’

entertainment news