લૉકડાઉનમાં સુનીલ ગ્રોવર શું કરી રહ્યો છે?

23 April, 2020 06:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉકડાઉનમાં સુનીલ ગ્રોવર શું કરી રહ્યો છે?

સુનીલ ગ્રોવર

કૉમેડિયન-અભિનેતા સુનીલ ગ્રોવર સોશ્યલ મીડિયા પર પોતાના ચાહકોનું અચૂક મનોરંજન કરે છે. સુનીલે ઇન્સ્ટાગ્રામ પર એક ફની વિડીયો શેર કર્યો હતો જેમાં તે પોતાનું લૉકડાઉન શેડ્યુલ જણાવી રહ્યો છે. સુનીલે વિડીયોના કૅપ્શનમાં લખ્યું કે ‘ક્યા કિયા આજ?’. આ વિડીયોમાં તે ફોન પર બોલી રહ્યો છે કે, ‘સવારે ઉઠ્યો, પછી એક કપ ચા પીધી. બાથરૂમ ગયો, ફરી એક કપ ચા પીધી. નાશ્તામાં પૌંઆ ખાધા, ફરી એક કપ ચા પીધી. થોડી ન્યુઝ જોઈ અને ફરી ચા પીધી. હવે આ ચાર કપ ધોવાના છે બસ અને ત્યારબાદ ફરી ચા પીશ!’

સુનીલનો આ વિડીયો જોઈને બાદશાહ, અલી અસગર, નીના ગુપ્તા સહિતના કલાકારોએ તેની રમૂજ માટે પ્રશંસા કરી હતી.

entertainment news indian television television news sunil grover