Tha Kapil Sharma Show: લૉકડાઉનમાં પણ થશે નવા એપિસોડનું શૂટિંગ

12 April, 2020 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Tha Kapil Sharma Show: લૉકડાઉનમાં પણ થશે નવા એપિસોડનું શૂટિંગ

ધ કપિલ શર્મા શો

કોરોના વાયરસ (CVOID-19) લૉકડઉનને કારણે ટીવી સિરિયલ અને ફિલ્મોના શૂટિંગ બંધ હોવાથી સિરિયલો પોતાના જૂના એપિસોડ ટેલિકાસ્ટ કરી રહી છે. સોની ટીવી પર આવતા ફૅમેલી કૉમેડી શૉ 'ધ કપિલ શર્મા શો'ના પણ જુના જ એપિસોડ દેખાડવામાં આવી રહ્યં છે. પણ આ શો ના ચાહકો માટે ખુશીના સમાચાર એ છે કે લૉકડાઉન દરમ્યાન પણ હવે તેમને શો ના નવા એપસોડ જોવા મળશે.

કહેવામાં અવી રહ્યું છે કે, લૉકડાઉન સદરમ્યાન 'ધ કપિલ શર્મા શો'ના જે એપિસોડ ટીવી પર આવશે તેમાં ન તો કોઈ સેલિબ્રિટિ હશે કે ન તો કોઈ પ્રેક્ષકો. 'ધ કપિલ શર્મા શો'ની ટીમ પ્રેક્ષકો વગર એપિસોડ શુટ કરશે અને આ એપિસોડનું ટીવી પર પ્રસારણ પણ કરવામં આવશે. બૉલિવુડ હંગામાના એક રીપોર્ટ મુજબ, પૉપ્યુલર શો 'જિમ્મી ફાલૉન' અને 'જિમ્મી કિમ્મેલ' પણ વગર પ્રેક્ષકોએ શૂટ કરી રહ્યાં છે.

વિદેશી શો ની જેમ કપિલ શર્મા પણ ઘરેથી જ શૂટિંગ કરશે, તેવું અહેવાલો કહે છે. પરંતુ 'ધ કપિલ શર્મા શો'ની ટીમ દ્વારા આ બાબતની કોઈ માહિતિ આપવામાં નથી આવી કે અધિકારીઓએ પણ વાતને પુષ્ટિ નથિ આપી.

આમ તો અત્યારે કપિલ શર્મા ક્વોરન્ટાઈન સમયમાં પોતાની દિકરી સાથે ખુશીની પળો માણી રહ્યો છે.

entertainment news television news sony entertainment television the kapil sharma show kapil sharma