15 December, 2023 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે
Sugandha Mishra Baby Girl: કપિલ શર્મા શ઼ોની પ્રખ્યાત હાસ્ય કલાકાર સુગંધા મિશ્રા અને ડૉ. સંકેત ભોસલે ખુબ જ હરખમાં છે. વાસ્તવમાં કપલ પેરેન્ટ્સ બની ગયું છે. 35 વર્ષની સુગંધાએ એક ક્યુટ દીકરીને જન્મ આપ્યો છે. સુગંધાના પતિ ડૉ. સંકેત ભોસલેએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ચાહકોને ખુશખબર આપી છે.
સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે એક પુત્રીના માતા-પિતા બન્યા
ડૉ. સંકેત ભોસલેએ હોસ્પિટલનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ચાહકોને ખુશખબર આપી છે કે તે હવે પિતા બની ગયો છે. વીડિયોમાં સંકેત ઘણો ખુશ દેખાઈ રહ્યો છે અને તે કહે છે કે હું પિતા બની ગયો છું. આ પછી, તે હોસ્પિટલમાં બેડ પર પડેલી તેની પત્ની સુગંધા તરફ કેમેરાનો નિર્દેશ કરે છે અને કહે છે કે તે માતા બની ગઈ છે. આ પછી સુગંધા અને સંકેત પણ તેમની દીકરીની ઝલક બતાવે છે, જો કે તેઓએ તેની દીકરીનો ચહેરો હાર્ટ ઇમોજી વડે છુપાવ્યો હતો.
આ વીડિયોને શેર કરતાં ડૉ. સંકેત ભોસલેએ કૅપ્શનમાં લખ્યું છે કે,"બ્રહ્માંડે અમને સૌથી સુંદર ચમત્કારથી આશીર્વાદ આપ્યા છે, જે અમારા પ્રેમનું પ્રતીક છે. અમને એક ક્યુટ બાળકીનો આશીર્વાદ મળ્યો છે. કૃપા કરીને તમારો પ્રેમ અને આશીર્વાદ વરસાવતા રહો."
સુગંધા મિશ્રા અને ડૉ. સંકેત ભોસલે લગ્નના અઢી વર્ષ પછી માતા-પિતા બન્યા
નોંધનીય છે કે સુગંધા મિશ્રા અને ડૉ. સંકેત ભોસલેએ ઓક્ટોબર મહિનામાં જાહેરાત કરી હતી કે તેમના ઘરે એક નાનો મહેમાન આવવાનો છે. ત્યારથી, આ કપલ સતત તેમના ચાહકો સાથે તેમના સુંદર તબક્કાની ઝલક શેર કરી રહ્યું છે. તાજેતરમાં કપલે મરાઠી રિવાજ મુજબ બેબી શાવર સેરેમની પણ કરી હતી. તેણે તેની તમામ તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા છે.
લગ્નના લગભગ અઢી વર્ષ બાદ આખરે દંપતીના ઘરે પારણું બંધાયુ છે. સુગંધા અને ડૉ. સંકેત તેમની દીકરીના જન્મથી ખૂબ જ ખુશ છે.
સુગંધા મિશ્રાને કોમેડી શો `ધ કપિલ શર્મા શો`થી લોકપ્રિયતા મળી હતી. તેણીએ શોમાં તેના કોમિક ટાઈમિંગથી દર્શકોને હસાવવાની એક પણ તક ગુમાવી નથી. કોમેડી ઉપરાંત, સુગંધા એક શાનદાર ગાયિકા પણ છે, જેણે "સા રે ગા મા પા" ના મંચ પર પણ પોતાના અવાજનો જાદુ ઉભો કર્યો છે. વર્ષ 2021માં તેણે કોમેડિયન સંકેત ભોસલે સાથે લગ્ન કર્યા.