05 May, 2023 04:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અદનાન ખાન અને અજિંક્ય મિશ્રા
અદનાન ખાન અને અજિંક્ય મિશ્રાનો ઑન-સ્ક્રીન અને ઑફ-સ્ક્રીન ખૂબ જ સારો બૉન્ડ છે. તેઓ ‘કથા અનકહી’માં સાથે કામ કરી રહ્યા છે અને આ શોના સો એપિસોડ પૂરા થયા છે. અજિંક્ય વિશે વાત કરતાં અદનાને કહ્યું કે ‘અજિંક્ય જે રીતે ઍક્ટિંગ કરે છે એ મને ખૂબ જ પસંદ છે. તે ખૂબ જ સારી રીતે કોઈ પણ વસ્તુને ગ્રહણ કરી શકે છે. તે કોઈ પણ ઍક્શનનું રીઍક્શન ખૂબ જ સારી રીતે આપી શકે છે. હું તેને ચાઇલ્ડ ઍક્ટર તરીકે જોતો જ નથી, કારણ કે તે ખૂબ જ સારી ઍક્ટિંગ કરી જાણે છે. તેની ઍક્ટિંગ પણ મને મારી ઍક્ટિંગમાં ઇમ્પ્રૂવમેન્ટ લાવવામાં મદદ કરે છે.’
અદનાન વિશે અજિંક્યે કહ્યુ કે ‘અદનાન સારા ઍક્ટરની સાથે સારો માણસ પણ છે. હું જ્યારે પણ કશે અટકી ગયો હોઉં ત્યારે તે મને ગાઇડ કરે છે. કેટલીક વાર તો મારા હોમવર્કમાં પણ. હું તેની પાસેથી ઘણું શીખ્યો છું. તેની સાથે સેટ પર કામ કરવાની ઘણી મજા આવે છે. અમે ગેમ્સ રમવાની સાથે શૂટની વચ્ચે ઘણી મસ્તી પણ કરીએ છીએ. મને તેની કંપની ખૂબ જ પસંદ છે.’